Valsad Vande Bharat Express: સાંસદ ધવલ પટેલે વંદે ભારતને ટ્રેનને લીલી ઝંડી બતાવી

વલસાડ લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા રેલવે વિભાગ ને સ્પર્શતા અગત્યના પ્રશ્નો અંગે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને વખતો વખત લેખિત રજૂઆતો અને અથાગ પ્રયત્નો થકી "વંદે ભારત" ટ્રેન નંબર 20901/20902 ને વલસાડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો

By
2 Min Read

Valsad Vande Bharat: વલસાડ લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા રેલવે વિભાગ ને સ્પર્શતા અગત્યના પ્રશ્નો અંગે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને વખતો વખત લેખિત રજૂઆતો અને અથાગ પ્રયત્નો થકી “વંદે ભારત” ટ્રેન નંબર 20901/20902 ને વલસાડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો, આજરોજ વલસાડ રેલવે સ્ટેશન નંબર ૩ ખાતે ગાંધીનગર કેપિટલ થી મુંબઈ સેન્ટ્રલ તરફ જતી વંદે ભારત ટ્રેન નંબર 20902 આવકાર્યા બાદ સાંસદ ધવલ પટેલે, ડિવિઝનલ રેલવે મેનેજર વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા,જિલ્લા પંચાયત ના પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ,ધરમપુર ના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ડાંગ જિલ્લા ભાજપના પ્રભારી રાજેશભાઈ દેસાઈ સાથે લીલી ઝંડી બતાવી ટ્રેન ને પ્રસ્થાન કાવ્યું હતું

WhatsApp Image 2025 07 27 at 8.11.43 PM 1.jpeg

જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા,ધારાસભ્ય  ભરતભાઈ પટેલ,ધારાસભ્ય  અરવિંદભાઈ પટેલ, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય  નરેન્દ્રભાઈ મોદીજી, કેન્દ્રીય રેલ મંત્રી  અશ્વિની વૈષ્ણવનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

Valsad Vande Bharat Express

લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે એમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાના વિવિધ રેલવે સ્ટેશન પર અગત્યની ટ્રેનોના સ્ટોપેજ સાથે અપડાઉન કરનાર યાત્રીઓની વિવિધ ટ્રેનોના સ્ટોપેજ ની માંગણીઓ સહિત નવી ટ્રેનો શરૂ કરાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે અને ટૂંકજ સમયમાં રેલવે વિભાગ દ્વારા તમામ માંગણીનો સંદર્ભે સકારાત્મક અભિગમ દાખવી નિરાકરણ કરવામાં આવશે હોવાનું ખાતરી આપી હતી, સાંસદશ્રી એ વલસાડ જિલ્લાના તમામ વિકાસકાર્યોને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે ટીમવર્ક કરીને પરિપૂર્ણ કરવાની પણ ખાતરી આપી હતી, સાંસદશ્રીએ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ,કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

WhatsApp Image 2025 07 27 at 8.11.42 PM.jpeg

આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ,જિલ્લા ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ,શ્રી હાર્દિકભાઈ શાહ, વલસાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ,વલસાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી દિવ્યાંગભાઈ ભગત,વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ, સહિત જિલ્લા સંગઠન ના હોદેદારો,, વિવિધ મંડળના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ,લોકો ઉપસ્થિત રહ્યા હતા

Share This Article