ધોની અને સંજુ સેમસનની મુલાકાતે આઈપીએલ 2026 પહેલા વધાર્યો ઉત્સાહ

3 Min Read

IPL 2026: સંજુ સેમસન અને એમએસ ધોની ટ્રેનિંગ સેશન દરમિયાન ચર્ચા કરતા દેખાયા, વીડિયો થયો વાયરલ

આઈપીએલ 2026 ની સીઝન માટે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના સ્ક્વોડમાં એક મોટો ફેરફાર જોવા મળવાનો છે. રાજસ્થાન રોયલ્સના પૂર્વ કેપ્ટન સંજુ સેમસન હવે આગામી સીઝનમાં પીળી જર્સીમાં ધોનીની સાથે રમતા જોવા મળશે. હાલમાં સીએસકેના ટ્રેનિંગ કેમ્પમાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સંજુ સેમસન અને દિગ્ગજ ખેલાડી એમએસ ધોની ગંભીર ચર્ચા કરતા અને હળવી પળો માણતા જોવા મળી રહ્યા છે.

ધોની સાથે હળવા અંદાજમાં જોવા મળ્યો સેમસન

એમએસ ધોની આઈપીએલની પ્રથમ સીઝનથી જ ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન હિસ્સો રહ્યા છે અને તેમની લોકપ્રિયતા કોઈનાથી છૂપી નથી. હવે સંજુ સેમસન ટીમમાં સામેલ થતા ચેન્નાઈના ફેન્સમાં બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 19 માર્ચના રોજ જ્યારે ટીમે પોતાનું ટ્રેનિંગ સેશન શરૂ કર્યું, ત્યારે સંજુ સેમસન પણ તેમાં જોડાયા હતા. આ દરમિયાન મેદાન પર બેસીને ધોની અને સેમસન વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો સીએસકેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં બંને ખેલાડીઓના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે, જે દર્શાવે છે કે ટીમમાં નવા ખેલાડીઓનું સ્વાગત કેટલી આત્મીયતાથી કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

sanju.jpg

‘પહેલીવાર મને ધોની ભાઈ સાથે 2 મહિના વિતાવવા મળશે’

સંજુ સેમસન હાલમાં શાનદાર ફોર્મમાં છે. તાજેતરમાં સંપન્ન થયેલા T20 વર્લ્ડ કપ 2026 માં તેણે 300 થી વધુ રન બનાવીને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’નો ખિતાબ જીત્યો હતો. પોતાની નવી ટીમ વિશે વાત કરતા સેમસને પીટીઆઈને જણાવ્યું હતું કે, “મેં અગાઉ પણ ધોની ભાઈ સાથે ઘણી વાર વાત કરી છે અને અમે ભારતીય ટીમમાં પણ સાથે રહ્યા છીએ, પરંતુ આ પહેલીવાર હશે જ્યારે મને તેમની સાથે સતત 2 મહિનાથી વધુ સમય વિતાવવાની તક મળશે. જ્યારે પણ તેઓ મારી સાથે વાત કરે છે, ત્યારે તેની મારા પર હંમેશા સકારાત્મક અસર પડે છે.”

- Advertisement -

રાજસ્થાન રોયલ્સ સામે જ થશે પ્રથમ મુકાબલો

રસપ્રદ વાત એ છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ તેની પ્રથમ મેચ 30 માર્ચના રોજ સંજુ સેમસનની જૂની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે રમશે. આ હાઈ-વોલ્ટેજ મુકાબલો ગુવાહાટીના મેદાન પર રમાવાનો છે. ચાહકો હવે એ જોવા માટે આતુર છે કે શું સંજુ સેમસન અને ધોનીની જોડી મેદાન પર કેવો જાદુ ચલાવે છે. આઈપીએલની 19મી સીઝન માટે હવે ગણતરીના દિવસો બાકી છે અને સીએસકેની આ નવી જોડી આ વખતે ટાઈટલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

Share This Article