પશ્ચિમ કચ્છમાં કરોડોનો દારૂ ઘુસાડનાર ત્રગડી-ખાનાયના બે બુટલેગર ઝડપાયા
કચ્છ જિલ્લામાં મુંદરા અને માંડવીમાં કરોડોનો દારૂ ઘુસાડનાર અને છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા લીસ્ટેડ બુટલેગરોને પોલીસે દબોચી લીધા છે.
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે યુવરાજસિંહ વજુભા જાડેજા તથા જીતુભા ઉર્ફે જીતીયો મંગલસિંહ સોઢાને ઝડપી પાડયા છે. સાથે કરોડોના દારૂ કેસમાં એક મહિલાની પણ સંડોવણી બહાર આવતા પોલીસે હંસાબા જાડેજા નામના મહિલાની પણ અટક કરી છે.
પોલીસે માંડવી તાલુકામાં ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે દરોડા પાડી આ બંને આરોપીઓને પકડી પાડ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં અનેક કેસો નોંધાયેલા છે, જેમાં કરોડો રૂપિયાનો ગેરકાયદે દારૂ ઝડપાયો છે. થોડા જ દિવસોમાં બનાસકાંઠા, કોડાય પુલ અને મુદંરા-પ્રાગપરથી ઝડપાયેલા ત્રણ ટ્રકોના કરોડોના જથ્થા પાછળ પણ આ જ આરોપીઓનું નેટવર્ક હોવાનું બહાર આવ્યું હતું.
કરોડોનો દારૂ ઝડપાયા બાદ પણ આરોપીઓ એક પછી એક જથ્થો મંગાવતા રહ્યા હતા જે પોલીસે ઝડપી લીધા હતા. આરોપીઓની હિંમત સામે પોલીસે દાદ માંગતી કામગીરી કરીને સતત કડક રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા સતત દરોડો પાડીને કરોડોના મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.