મુંબઇઃ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં હવે સરકારે કોરોના ટેસ્ટિંગના ચાર્જને લઇને મોટો નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં થતા કોરોના ટેસ્ટિંગની માટે ચોથી વખત રેટ નક્કી કર્યા છે. હવે મહારાષ્ટ્રમાં માત્ર 980 રૂપિયામાં કોરોના ટેસ્ટિંગ થશે. સરકારના આ નિર્ણયથી મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોને ટેસ્ટિંગ કરાવવામાં સગવડ રહેશે.
કોરોના ટેસ્ટિંગના રેટ ઘટ્યા
રાજ્યમાં કોરોના ટેસ્ટિંગના નવા રેટ લાગુ કરવામાં આવ્યા છે અને તેમની મુજબ જે કોઇને પણ કોરોના ટેસ્ટિંગ કરાવવાનું હોય તેમણે હવે ઓછામાં ઓછા 980 અને મહત્તમ 1800 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. સરકારે કોરોના ટેસ્ટિંગને ત્રણ કેટેગરીમાં વિભાજીત કર્યો છે. જેના ચાર્જ આ મુજબ છે – 980 રૂપિયા, 1400 રૂપિયા અને 1800 રૂપિયા છે.
આ સ્થળોએ થશે ટેસ્ટિંગ
મહારાષ્ટ્રમાં જો તમે કોઇ પણ લેબોરેટરીમાં કોરોના ટેસ્ટિંગ કરાવશો તો તમારે 980 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે કોઇને પણ કોવિડ સેન્ટર કે હોસ્પિટલ અથવા પછી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં તપાસ કરાવે તો તમારે 1400 રૂપિયા ચૂકવાના રહેશે કારણ કે, ત્યાં સેમ્પલને લેબમાં લઇ જવા પડે છે. ઉપરાંત જો દર્દીના ઘરે જઇને કોરોના ટેસ્ટિંગની માટે સેમ્પલ લેવામં આવે તો તેમણે 1800 રૂપિયા ચૂકવવા પડશે.
ઉલ્લેખનિય છે કે, ભારતમાં મહારાષ્ટ્ર અને તેમાં મુંબઇ સૌથી વધુ કોરોના પ્રભાવિત વિસ્તાર છે. ત્યા સૌથી વધારે કોરોના સંક્રમિતો અને મૃત્યુઆંક નોંધાયો છે. હજી પણ ત્યાં કોરોના વાયરસના નવા પોઝિટિવ કેસનો દર ઉંચો છે પરંતુ હાલ રિકવરી રેટ વધવાના કારણે સરકારને થોડીક રાહત મળી છે.