કોરોના ને રોકવા વેકશીન અભિયાન એક માત્ર મોટું હથિયાર છે અને રસી લેવા લોકો ને જાગૃત કરવામાં મુંબઈ એ રેકોર્ડ સર્જ્યો છે અને એક કરોડ થી વધુ લોકો ને વેકશીન નો પ્રથમ ડોઝ આપવામાં સફળતા મેળવી છે.
દેશ માં કોરોના નું સંક્રમણ રોકેટ ગતિ એ આગળ વધી રહ્યું છે અને મહારાષ્ટ્ર તથા દિલ્હી માં સૌથી વધુ કેસ આવી રહયા છે તે બધા વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહયા છે જેમાં મુંબઈએ કોરોના રસીના પ્રથમ ડોઝનો 1 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ પ્રશંસનીય કામગીરી મુંબઈના તમામ સરકારી, મ્યુનિસિપલ અને ખાનગી રસીકરણ કેન્દ્રો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. જો પ્રથમ અને બીજા ડોઝના કુલ આંકડાઓ ને ધ્યાને લેવામાં આવે તો મુંબઈમાં અત્યારસુધી માં 1 કરોડ 81 લાખ રસીના ડોઝ આપવામાં આવ્યા હોવાનું નોધાયું છે.
અત્રે નોંધનીય છે કે ગત તા.31 મે 2021ના રોજ મુંબઈએ 2.5 મિલિયન રસીના ડોઝ આપવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને ત્યારબાદ તા. 19 જુલાઈ સુધીમાં આ આંકડો 50 લાખ સુધી પહોંચી ગયો. 15 સપ્ટેમ્બરે રસીનો પ્રથમ ડોઝ 75 લાખ સુધી આપવામાં આવ્યો હતો અને હવે તા.5 જાન્યુઆરીના રોજ આ આંકડો 1 કરોડનો રેકોર્ડ સુધી પહોંચી ગયો છે.