મહારાષ્ટ્રમાં આવતા બે મહિનામાં ચૂંટણી થવાની સંભાવના છે. તેને ધ્યાનમાં રાખીને ફડણવીસ સરકારમાં પરિવહન મંત્રી દિવાકર રાઉતે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી પાસે મોટર વ્હીકલ એક્ટમાં બદલાવ કરવાની અપીલ કરી છે. રાઉતે કહ્યું કે નવા મોટર વાહન અધિનિયમમાં નક્કી કરેલો દંડ વધુ વધી ગયો છે. કેન્દ્રની સરકારને નિવેદન છે કે નિયમ પર ફરી વિચાર કર્યા બાદ જરૂરી સંશોધન કરી દંડની રાશિને ઓછી કરવામાં આવે. બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તે ફેરફાર કરેલા મોટર વ્હીકલ એક્ટને લાગુ નહીં કરે, કારણ કે તેમાં ટ્રાફિક નિયમ તોડવા પર ખુબ વધુ દંડ રાખવામાં આવ્યો છે. મમતાએ જણાવ્યું કે આ એક્ટ સરકારના સંવિધાનના બંધારણના વિરૂદ્ધ છે.
લોકોના રોષથી વાકેફ: પરિવહન મંત્રી
બે દિવસ પહેલા જ રાઉતે કહ્યું કે નવા ટ્રાફિક નિયમોને લઈને સરકાર લોકોના ગુસ્સાને જાણે છે. તેમણે જણાવ્યું હતું કે હાલ કાયદાને લાગુ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. હકીકતે મહારાષ્ટ્રમાં પણ આ એક્ટ લાગુ નથી. ચૂંટણીના કારણે સરકાર એવો કોઈ નિર્ણય નથી લેવા માંગતી જેના કારણે લોકો નારાજ થઈ જાય.
કાયદાની સલાહ લઈ રહી છે સરકાર
મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર દ્વારા લાગુ કરેલા નવા નિયમની અનિવાર્યતા પર કાયદા અને ન્યાયપાલિકા વિભાગ પાસે પણ સલાહ માંગી છે. રાઉતે આ પહેલા કહ્યું હતું કે જો અમને એક્ટ લાગુ કરવામાં કોઈ સ્વતંત્રતા મળી તો અમે સામાન્ય માણસને રાહત આપવાનો પ્રયત્ન કરીશું. નાગરિકોના મનમાં આ ડર હોવો જોઈએ કે જો તે ટ્રાફિક નિયમોનું ઉલ્લંધન કરે તો તેના પર દંડ થશે.