15 લાખ વાહનોની અંદર નામ અને ફોન નંબર લખાતા નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 13 સપ્ટેમ્બર 2025
ગુજરાતના અમદાવાદ શહેર સહિત તમામ શહેરોમાં ઓટો રિક્ષા, ટેક્સી, કેબનું સંચાલન કરતા માલિકોએ વાહનની અંદર અને પાછળ માલિકનું નામ લખવું કાયદાકીય ફરજિયાત હોવા છતાં લખાતું નથી. ઓટો રિક્ષાની સંખ્યા 11 લાખ છે. 3 લાખ કેબ, મેક્ષી કેબ, ટેક્સી છે. બીજા વાહનો ગણતાં 15 લાખ વાહનો છે જેમાં ડ્રાઈવરનું નામ અને ફોન નંબર સીટની પાછળ લખવા જોઈએ. તેમાં મુસાફરી વહનમાં ગેરકાયદે ચાલતા 1 લાખ છકડા રિક્ષાઓનો સમાવેશ થતો નથી. આ તમામ વાહનોમાં ડ્રાઈવરનું નામ અને ફોન નંબર લખવા આદેશ કરવો પડ્યો છે.
ગુજરાત સરકારની વાહન વ્યવહારની જાહેર વેબસાઈટ 2019થી નવી વિગતો જાહેર કરતી નથી. ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સહાયક રાજ્ય કક્ષાના પ્રધાન હર્ષ રમેશકુમાર સંઘવી પોતે વાહનવ્યવહાર વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળે છે. તેમના વિભાગમાં જ આવી અરાજકતા છ
બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ રમેશચંદ મીના છે.
તેઓ પ્રજાને માહિતી આપતી વેબસાઈટ અપટેડ રાખવામાં સદંતર નિષ્ફળ રહ્યાં છે. વેબસાઈટ પર પોતાનું નામ મૂકી દીધું છે પણ નાગરિકોને ઉપયોગી માહિતી 2019 પછી મૂકી નથી. વાહન વ્યવહાર વિભાગના કમિશનર અનુપમ આનંદ છે. બન્ને આઈએએસ અધિકારીઓ પ્રજાનું જાહેર માહિતીનું રક્ષણ કરી શકતા નથી. હવે તેઓ જાહેર મુસાફરી વાહનો અંગે જાહેરનામું જાહેર કરી રહ્યાં છે.
મુસાફરો સાથે છેતરપિંડી, ખિસ્સા કાતરવા, મોબાઇલ ચોરી અન્ય કિંમતી સામાનની ચોરી, ચીલઝડ૫, લુંટ, ઘાડ, મહિલા, બાળકોની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારના બનાવો બનતાં આવ્યા છે.
મુસાફરો સહેલાઇથી જોઇને વાંચી શકે તે રીતે વાહન ચાલકની સીટની પાછળના ભાગે વાહન નંબર, વાહન માલિકનું નામ લખેલું હોવું જોઈએ એવું અમદાવાદ પોલીસ કમિશ્નરે આદેશ કરવો પડ્યો છે.
વાહનની અંદર પોલીસ કંટ્રોલના નંબરો અને હેલ્પલાઈન નંબર કાયમી ટકી રહે તે રીતે લખેલા હોવો જોઈએ.
લોકોના જાન અને સલામતીને થતું જોખમ નિવારવા અને લોકોને સુરક્ષા આપવા માટે આ નિયમો છે.
વાહન ચાલકની સીટની પાછળના ભાગે અંગ્રેજી ભાષામાં વાહન નંબર, વાહન માલિકનું નામ, વાહન ચાલકનું નામ તેમજ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ નંબર અને હેલ્પલાઈન નંબર મોબાઈલ નંબર મોટા અક્ષરે લખેલા હોવા જોઈએ.
આ લખેલું હોવું જોઈએ
Vehicle No:
Owner’s Name:
Driver’s Name:
Police Helpline No: 100
Women’s Helpline No: 181
Traffic Helpline No: 1095
2019માં જાહેર મુસાફરીના વાહનો
પેસેન્જર વ્હીકલ સ્કુલ બસ – 9187
બસ – 68165
મેક્સી કેબ – 53117
ખાનગી સેવા વાહનો – 8804
ટેક્સી – 89358
ઓટો રીક્ષા – 848423
એમ્બ્યુલન્સ – 10812
ટ્રેઇલર – 393045