Anurag Thakur: ‘પ્યાર મોહબ્બત કસમે વાદે…’ ગીત ગાઈને અનુરાગ ઠાકુરે દિલ્હી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા
Anurag Thakur કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા દિલ્હી સરકારની નિષ્ફળતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. 23 ડિસેમ્બર, સોમવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અનુરાગ ઠાકુરે દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવેલા વચનોને ટાંક્યા અને તેના પર સવાલો ઉઠાવ્યા.
તેમણે આરોપ લગાવ્યો કે દિલ્હી સરકારે દિલ્હીને ભ્રષ્ટાચારની લેબોરેટરી બનાવી દીધી છે. ઠાકુરે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં દિલ્હીમાં 10 કૌભાંડો થયા છે, અને AAP સરકારના તમામ મોટા વચનો નિષ્ફળ ગયા છે. “દિલ્હીને પ્રદૂષણ મુક્ત બનાવવાના વચનનું શું થયું? યમુનાની સફાઈનું વચન કેમ અધૂરું રહ્યું?” ઠાકુરે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હીના બાળકો શાળાએ જઈ શકતા નથી, લોકો પાણી માટે તરસે છે અને પૂર્વાંચલના લોકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
આ પછી અનુરાગ ઠાકુરે ગીત ગાતી વખતે દિલ્હી સરકારને આડે હાથ લીધી હતી. ‘પ્યાર મોહબ્બત કસમે વાદે’ ગીતને ગુંજારતા તેમણે કહ્યું કે દિલ્હીમાં સૌથી મોંઘું પાણી અને સૌથી ખરાબ પ્રદૂષણ છે અને આ બધું અરવિંદ કેજરીવાલની સરકારની નિષ્ફળતાનું પરિણામ છે.