Manipur મણિપુરમાં ભાજપને ઝટકો! નીતિશ કુમારના જેડીયુએ ભાજપ સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો
Manipur મણિપુરમાં ભાજપ સરકાર માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના જનતા દળ (યુનાઇટેડ) એ ભાજપ સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે. હવે JDU ના એકમાત્ર ધારાસભ્ય વિપક્ષી બેન્ચ પર બેસશે. જોકે આ ઘટનાક્રમ સરકારની સ્થિરતા પર કોઈ અસર કરશે નહીં. JDU કેન્દ્ર અને બિહારમાં ભાજપનો મહત્વપૂર્ણ સાથી છે. આ નિર્ણય પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે.
આ નિર્ણયથી ભાજપ અને જેડીયુ વચ્ચેના સંબંધો પર પ્રશ્નો ઉભા થયા છે, ખાસ કરીને કારણ કે બંને પક્ષો કેન્દ્ર અને બિહારમાં સાથે કામ કરી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે નીતિશ કુમારે આ પગલું કેમ ભર્યું અને તેનાથી મણિપુરમાં ભાજપ સરકારને કેટલું નુકસાન થશે.