Doctor Rape Murder Case : કપિલ સિબ્બલે કોલકાતા રેપ કેસના લાઈવ સ્ટ્રીમિંગ પર ઉઠાવ્યા સવાલ, CJIએ આપ્યો આ જવાબ
Doctor Rape Murder Case: સીજેઆઈએ સુનાવણી દરમિયાન વકીલોને કહ્યું કે અમે તમને સ્ટેટસ રિપોર્ટના તથ્યો જણાવી શકતા નથી, પરંતુ અમે જોઈ શકીએ છીએ કે સીબીઆઈ સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
Doctor Rape Murder Case : આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસની મંગળવારે (17 સપ્ટેમ્બર 2024) સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી થઈ. આ દરમિયાન પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કેસના લાઈવ સ્ટ્રીમિંગ પર સવાલો ઉઠાવ્યા હતા.
કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું- આ જોઈને લોકો દરેક પ્રકારની વાતો કહી રહ્યા છે. વકીલ તરીકેની મારી 50 વર્ષની પ્રતિષ્ઠા દાવ પર છે. એવું બતાવવામાં આવી રહ્યું છે કે જાણે હું બળાત્કારીની વકીલાત કરી રહ્યો છું. તેના પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે લાઈવ સ્ટ્રીમિંગ રોકી શકાય નહીં.
કેસની સુનાવણી દરમિયાન CJIએ કહ્યું કે પહેલા અમે CBIનો નવો સ્ટેટસ રિપોર્ટ જોવા માંગીએ છીએ. સિબ્બલે એમ પણ કહ્યું કે તેમના પક્ષના વકીલોને રસ્તા પર હાજર લોકો દ્વારા ધમકાવવામાં આવી રહ્યા છે. એસિડ ફેંકવાની અને બળાત્કારની વાત છે. આ દરમિયાન CJIએ પૂછ્યું કે ચાર્જશીટ દાખલ કરવાની સમય મર્યાદા શું છે? જેના પર વકીલે જવાબ આપ્યો કે 90 દિવસ. CJIએ વકીલોને કહ્યું કે અમે તમને સ્ટેટસ રિપોર્ટના તથ્યો જણાવી શકતા નથી, પરંતુ અમે જોઈ શકીએ છીએ કે CBI સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.