Jhansi hospital fire: રાષ્ટ્રપતિ મુર્મુએ ઝાંસી હોસ્પિટલમાં આગ પર શોક વ્યક્ત કર્યો
Jhansi hospital fire: ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે લાગેલી આગમાં 10 બાળકોના મોત થયા છે. યુપીના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક મેડિકલ કોલેજ પહોંચ્યા અને તપાસના આદેશ આપ્યા.
Jhansi hospital fire: ઉત્તર પ્રદેશની ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી ભીષણ આગમાં 10 બાળકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે . તેમણે કહ્યું કે ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં થયેલા અકસ્માતમાં કેટલાય નવજાત બાળકોના મૃત્યુના સમાચાર અત્યંત હૃદયદ્રાવક છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ભગવાન શોકગ્રસ્ત માતાપિતા અને પરિવારના સભ્યોને આ ક્રૂર આંચકો સહન કરવાની શક્તિ આપે. હું ઘાયલ બાળકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.
NICUમાં શોર્ટ સર્કિટના કારણે આગ!
ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે લાગેલી આગમાં 10 બાળકોના મોત થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક વરિષ્ઠ અધિકારીઓની ટીમ સાથે ઝાંસી પહોંચ્યા. તેમણે આગની તપાસના આદેશ આપ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે રાત્રે 10:30 થી 10:45ની વચ્ચે ન્યૂબોર્ન કેર યુનિટ (NICU)માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ પછી વોર્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોઈ કંઈ સમજે તે પહેલા જ આગે સમગ્ર વોર્ડને લપેટમાં લીધો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે વોર્ડમાં 47 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 10ના મોત થયા છે. જ્યારે 37નો બચાવ થયો હતો. બચાવી લેવામાં આવેલા બાળકોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે મૃતક બાળકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયનું વચન આપ્યું છે. જ્યારે ઘાયલ બાળકોના પરિવારજનોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથે ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે
ઝાંસીની મેડિકલ કોલેજના NICUમાં થયેલા અકસ્માતમાં બાળકોનું મોત અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત અધિકારીઓને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. ભગવાન શ્રી રામ મૃત આત્માઓને મોક્ષ આપે અને ઘાયલોને ઝડપથી સાજા કરે તેવી પ્રાર્થના છે.