Haj Yatra: હજ માટેના ફોર્મ ભરવાની મુદ્દતમાં એક અઠવાડિયાનો કરાયો વધારો
Haj Yatra: ગુજરાત રાજ્ય હજ કમિટીએ હજના ફોર્મની ફરી એક વખત મુદ્દતમાં એક અઠવાડિયાનો વધારો કર્યો છે. હવે અરજદારો ઓનલાઈન ફોર્મ હજ કમિટી ઓફ ઈન્ડિયા-મુંબઈની વેબસાઈટ 20 ગ્રેજી ઉપર તા. 30-9-2024ના રાત્રે 11.59 કલાક સુધી ફોર્મ ભરી શકાશે. તેમ ગુજરાત રાજ્ય હજ કમિટીના અધ્યક્ષ ઈકબાલ સૈયદ અને આઈ.એન. ઘાંચીએ જણાવ્યું છે.
Haj Yatra: અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયે હજ યાત્રીઓ માટે એક નવો નિયમ બનાવ્યો છે, જેમાં 65 વર્ષથી વધુ ઉંમરના હજયાત્રીઓને તેમની સાથે એક સાથીને લઇ જવા ફરજિયાત કરવામાં આવ્યું છે.
નવી નીતિ હેઠળ જે લોકોની ઉંમર 65 વર્ષ કે તેથી વધુ ઉંમર હશે એવા હજ યાત્રીઓના નામ એકલા રિઝર્વ કેટેગરીમાં નોંધવામાં આવશે નહીં.
આ વર્ષે સાઉદી અરેબિયાની ગરમીના કારણે હજયાત્રીઓ માટે હજ યાત્રા ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. આ દરમિયાન ઘણા મુસાફરોના મોત પણ થયા હતા. આવી સ્થિતિમાં મંત્રાલયે એક નીતિ બનાવી છે જેથી વૃદ્ધ લોકોને મુસાફરી દરમિયાન મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
નીતિમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 65 કે તેથી વધુ વયના હજ યાત્રીઓના સાથીની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
નવીનીતિમાં એ પણ ઉમેરવામાં આવ્યું છે કે હજ ક્વોટાનો 70 ટકા હજ કમિટી ઓફ ઈન્ડિયા (HCOI) ની અંદર રહેશે અને બાકીનો 30 ટકા હજ ગ્રુપ ઓર્ગેનાઈઝેશન (HGO)ને આપવામાં આવશે.
ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ભારતીય હજ કમિટીના હજ ક્વોટામાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને HGOનો હિસ્સો વધારવામાં આવ્યો છે. અગાઉ HCOI પાસે 80 ટકા હિસ્સો હતો અને HGO પાસે માત્ર 20 ટકા હિસ્સો હતો.