Haryana Election Results 2024: 4 મહિના, 16000 બેઠકો, કેવી રીતે RSSએ હરિયાણામાં સમગ્ર રમત બદલી નાખી!
Haryana Election Results 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે એટલે કે 8મી ઓક્ટોબરની સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. આ પહેલા અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તેવું લાગી રહ્યું છે. ટ્રેન્ડ મુજબ ભાજપ બહુમતનો આંકડો પાર કરી ગયો છે. ભાજપ લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં સારું પ્રદર્શન કરી શક્યું ન હતું , જેના કારણે આ વિધાનસભા ચૂંટણી તેમના માટે કપરી લડાઈ બની હતી.
Haryana Election Results 2024: જો ભારતીય જનતા પાર્ટી હરિયાણા શરૂઆતના ટ્રેન્ડમાં આગળ વધતી જોવા મળી રહી છે તો તેની પાછળ આરએસએસની મહેનત છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આરએસએસે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર, ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ રેલીઓ યોજીને લોકોને સંબોધિત કરી રહ્યા હતા, તો બીજી તરફ આરએસએસ પાયાના સ્તરે કામ કરી રહ્યું હતું.
છેલ્લા ચાર મહિનામાં RSSએ હરિયાણામાં 16 હજાર નાની સભાઓ યોજી હતી, જેણે બિન-જાટ મતદારોને જીતવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી.