Vinesh Phogat: જીત બાદ વિનેશ ફોગાટની પહેલી પ્રતિક્રિયા, જુલાના સીટ પર 65080 વોટ મળ્યા
Vinesh Phogat: કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટે હરિયાણાની સૌથી હોટ સીટ ગણાતી જુલાના જીતી લીધી છે. આ જીત બાદ તેણે કહ્યું કે લોકોએ પ્રેમ આપ્યો. તેમણે કહ્યું કે સમગ્ર વિધાનસભાના લોકોનો પ્રેમ મળ્યો. હું તમામ ક્ષેત્રો માટે કામ કરીશ, શક્ય તેટલું રમતગમત માટે પણ કામ કરીશ.
આ સીટ પર વિનેશ ફોગાટને 65080 વોટ મળ્યા છે. જ્યારે બીજેપીના યોગેશ કુમાર બીજા ક્રમે રહ્યા હતા. તેમને 59065 મત મળ્યા હતા. આ રીતે કોંગ્રેસના ઉમેદવારનો 6015 મતોની સરસાઈથી વિજય થયો હતો. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કવિતા દલાલને માત્ર 1280 વોટ મળ્યા છે.