Omar Abdullah ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદન, અત્યારે અમારું ધ્યેય અમરનાથ યાત્રાની શાંતિપૂર્ણ પૂર્ણાહૂતિ છે
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તાજેતરમાં વિવિધ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિવેદનો આપ્યાં છે. તેમણે જણાવ્યું કે હાલમાં નિયંત્રણ રેખા (LoC) કે આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામ ઉલ્લંઘનના કોઈ સમાચાર નથી, જે રાજ્ય માટે શાંતિની દ્રષ્ટિએ હકારાત્મક છે. સાથે જ તેમણે ઉમેર્યું કે જો કોઈ સરહદી વિસ્તારમાં નુકસાન થયું હોય તો તેનું મૂલ્યાંકન કરીને રાજ્ય સરકાર વળતર પેકેજ તૈયાર કરશે અને કેન્દ્ર સરકાર પાસેથી જરૂરી સહાય લેવામાં આવશે.
“અંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું વલણ રજૂ કરવું જરૂરી”
ઓમર અબ્દુલ્લાએ ભારત સરકાર દ્વારા રવાના કરાયેલી સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની ઉજવણી કરતા કહ્યું કે ભૂતકાળમાં પણ સંસદ હુમલો અને ઓપરેશન પરિક્રમા બાદ આવા પ્રતિનિધિમંડળો અન્ય દેશોમાં મોકલવામાં આવ્યા હતા. તે સમયની જેમ આજે પણ વિશ્વ સમક્ષ ભારતનો દૃઢ વલણ રજૂ કરવાનો મહત્વનો મોકો છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે આતંકવાદ સામે ભારતની નીતિ સ્પષ્ટ હોવી જોઈએ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો પક્ષ સશક્ત રીતે રજૂ થવો જોઈ
પર્યટનમાં ઘટાડો અને અમરનાથ યાત્રાની તૈયારીઓ વિશે ચિંતા
મુખ્યમંત્રીએ કાશ્મીરના પર્યટન ક્ષેત્રે આ રહેલા મંદીપ્રતિ પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, “આ ઉનાળાની સિઝનમાં પર્યટકોની સંખ્યા ખૂબ ઓછી રહી છે, જેને લઈને વેપારીઓ અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે અમરનાથ યાત્રા હાલ રાજ્યની સૌથી મોટી પ્રાથમિકતા છે. “અમે ઇચ્છીએ છીએ કે યાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય. શ્રદ્ધાળુઓ માટે તમામ સુરક્ષા અને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ અમારી જવાબદારી છે.”
પાકિસ્તાન પર ટિપ્પી કરો તે કેન્દ્રનો વિષય છે – ઓમર
જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના નિવેદન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે, “આ મુદ્દો વિદેશ મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવે છે અને તેનો જવાબ કેન્દ્ર સરકાર જ આપી શકે.”