Pahalgam Terror Attack: પહેલગામ હુમલા પર બાબા રામદેવની પ્રતિક્રિયા “મહાકાલ આવા રાક્ષસોનો નાશ કરશે”
Pahalgam Terror Attack: 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશમાં ઉદ્વેગ ફેલાવ્યો છે. દેશભરમાંથી આ ક્રૂર કૃત્યની નિંદા થઈ રહી છે. યોગ ગુરુ બાબા રામદેવે પણ આ હુમલા અંગે ભારે ગુસ્સો વ્યક્ત કર્યો છે.
બાબા રામદેવ બુધવારે મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભસ્મ આરતીમાં ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, “જેમ ધર્મના નાશ અને પાપના વધારા સમયે ભગવાન અવતાર લે છે, તેમ આજના સમયમાં મહાકાલ આવા રાક્ષસો માટે મૃત્યુરૂપ બની ઊભા રહેશે.”
તેમણે ગંભીર આક્ષેપ કરીને જણાવ્યું કે હુમલાખોરોએ લોકોનો ધર્મ પૂછીને તેમને ગોળી મારી, જે ‘ઘૃણાસ્પદ અને અમાનવીય પાપ’ છે. આ દુષ્કૃત્ય માટે પાકિસ્તાન જવાબદાર છે, એવું તેમણે સ્પષ્ટ જણાવ્યું.
#WATCH | Ujjain, Madhya Pradesh | On Pahalgam terror attack, Yog guru Baba Ramdev says, "Pakistan has committed a huge misdeed and sin, and the Government of India will certainly give a befitting reply. The truth will emerge victorious…" pic.twitter.com/yGUC9U3Ald
— ANI (@ANI) April 30, 2025
રામદેવે કહ્યું કે, “ભારત સરકાર પોતાનું રાષ્ટ્રીય કર્તવ્ય ભળી રહી છે. —‘પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ्।’ આજના યુગમાં પણ જ્યારે ધર્મ ખતમ થવા લાગે છે, ત્યારે ધર્મની સ્થાપના માટે ઈશ્વર પોતે આવે છે.”
તેમણે આ મુદ્દા પર રાજકારણ ટાળવાની અપીલ પણ કરી. “રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પ્રશ્ન પર સૌ એકજ અવાજે બોલવા જોઈએ. આવા સંજોગોમાં દેશની અંદર ભેદભાવ નહીં, પણ એકતા જ મજબૂતી આપે,” એમ રામદેવે ઉમેર્યું.
તેમણે મહાકાલ પાસે પ્રાર્થના પણ કરી કે ભારત માતા હંમેશા સુરક્ષિત રહે, અને આતંકના દોષિતોને ન્યાય મળે. મહાકાલને તેઓ એક એવા દેવતા તરીકે વર્ણવે છે, જે અકાળ મૃત્યુના ભયને દૂર કરે છે અને જીવનને નવી શક્તિ આપે છે.
બાબા રામદેવની પ્રતિક્રિયા શીખવે છે કે આ પ્રકારના દુઃખદ પ્રસંગોએ માત્ર ન્યાય નહીં, પણ રાષ્ટ્રીય ભાવના અને આધ્યાત્મિક શક્તિનું પુનઃસ્મરણ પણ જરૂરી છે.