Pahalgam Terror Attack મુંબઈની ધમાચકડી કરતાં પહેલગામની શાંતિ પસંદ કરી હતી, સુરતના યુવાનને જન્મદિવસના એક દિવસ પહેલા જ મળી ગયું મોત
Pahalgam Terror Attack જમ્મુ અને કાશ્મીરના પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ ગુજરાતના કલથિયા પરિવારને જીવનભરનું દુઃખ આપ્યું છે. મુંબઈમાં રહેતા અને બેંકમાં કામ કરતા શૈલેષ કલથિયા પોતાના 44મા જન્મદિવસની ઉજવણી કરવા માટે કાશ્મીર ગયા હતા પરંતુ આતંકવાદીઓએ તેમના પરિવારની સામે જ તેમને ગોળી મારી દીધી હતી. ગુરુવારે સુરતમાં શૈલેષ કલથીયાને અંતિમ વિદાય આપવામાં આવી.
પહેલગામ આતંકવાદી હુમલાએ સુરતમાં રહેતા કલથિયા પરિવારને જીવનભર પીડા આપી છે. મુંબઈમાં પત્ની અને બાળકો સાથે રહેતા શૈલેષ કલથિયાએ પોતાનો જન્મદિવસ જમ્મુ અને કાશ્મીરમાં પરિવાર સાથે ઉજવવાનું નક્કી કર્યું હતું, પરંતુ પહેલગામની બૈસરન ખીણમાં તેમની પત્ની અને બાળકોની સામે આતંકવાદીઓએ તેમના પર હુમલો કરીને તેમનો જીવ લઈ લીધો. બુધવારે મૃતદેહ સુરત પહોંચ્યા બાદ, ગુરુવારે ભીની આંખો સાથે અંતિમ વિદાય આપવામાં આવી. શૈલેષનો જન્મદિવસ 22 એપ્રિલે હતો. મુંબઈ પછી સુરતમાં જન્મદિવસ પર જ્યારે પાર્થિવ શરીર ઘરે પહોંચ્યું ત્યારે લોકોની આંખોમાં આંસુ આવી ગયા અને ચારેતરફ બસ માતમ જ માતમ હતું.
ઘોડેસવારી કરતી વખતે ગોળી મારી દેવાઈ
સુરતના શૈલેષ કલથિયા (43) માટે, એક કૌટુંબિક રજા દુ:ખદ બની ગઈ. તેમના 44મા જન્મદિવસના એક દિવસ પહેલા જ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મુંબઈના કાંદિવલીમાં એક અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંકના વીમા વિભાગમાં કર્મચારી કાલથિયા તેમની પત્ની શીતલ, પુત્રી નીતિ અને પુત્ર નક્ષ સાથે રજા પર હતા. કલથિયા અને તેમનો પરિવાર 23 એપ્રિલના રોજ તેનો જન્મદિવસ ઉજવવા કાશ્મીર ગયા હતા. કુદરતી સૌંદર્ય વચ્ચે ઘોડેસવારીનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો, જે દરમિયાન શૈલેષનું ગોળી વાગતા મોત થયું હતું.