Jammu Kashmir Election: જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કા માટે 18 સપ્ટેમ્બરે મતદાન થશે.
Jammu Kashmir Election: જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કા માટે 18 સપ્ટેમ્બરે મતદાન થશે. કુલ 90 બેઠકો સાથે કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુલામ નબી આઝાદની પાર્ટીએ પ્રથમ તબક્કા માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 13 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન છે. પ્રથમ તબક્કા માટે 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કા માટે 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કા માટે 1 ઓક્ટોબરે મતદાન થશે. પરિણામ 4 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર મતદાન થશે.
મજીદ વલી (ભૂતપૂર્વ મંત્રી)- ડોડા પૂર્વ
અમીન ભટ્ટ (ભૂતપૂર્વ ધારાસભ્ય)- દેવસર
અસલમ ગની- ભદરવાહ
સલીમ પારે- દોરુ
મુનિહ અહેમદ મીર- લોલાબ
બિલાલ અહેમદ દેવા- અનંતનાગ પશ્ચિમ
નબી વાની- રાજપોરા
મીર અલ્તાફ હુસૈન- અનંતનાગ
કૈસર સુલતાન ગની- ગાંદરબલ
નબી ભટ્ટ- ઈદગાહ
અમીર અહેમદ ભટ્ટ- ખાનયાર
નિસાર અહેમદ લોન- ગુરેઝ
પીર બિલાલ અહેમદ- હઝરતબલ