Jammu Kashmir Election: જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાના મતદાન માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
Jammu Kashmir Election: જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 18 સપ્ટેમ્બરથી ચૂંટણી શરૂ થશે. 4 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.
ચૂંટણી પંચે ગુરુવારે (29 ઑગસ્ટ) જમ્મુ અને કાશ્મીરમાં
આગામી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારો દ્વારા નામાંકન પત્રો ભરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન અનુસાર, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર છે, જ્યારે સ્ક્રુટિની 6 સપ્ટેમ્બરે કરવામાં આવશે. ચૂંટણી પંચની સૂચનામાં કહેવામાં આવ્યું છે કે ઉમેદવારો 9 સપ્ટેમ્બર સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે.