Jammu Kashmir જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકી હુમલો: પહેલગામમાં પ્રવાસીઓ પર ગોળીબાર, 4 ઘાયલ, સર્ચ ઓપરેશન શરૂ
Jammu Kashmir જમ્મુ-કાશ્મીર ફરી એકવાર આતંકવાદના કાળાં પડછાયાં હેઠળ આવી ગયું છે. દક્ષિણ કાશ્મીરના સુંદર અને પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ, જ્યાં લોકો શાંતિ અને કુદરતના સૌંદર્યનો અનુભવ કરવા આવે છે, ત્યાં મંગળવાર 22 એપ્રિલ, 2025ના રોજ આતંકી ગોળીબારની ઘટના ઘટી. બૈસરન ખીણના ઉપરલા વિસ્તારમાં થયેલા આ હુમલામાં ઓછામાં ઓછા 4 પ્રવાસીઓ ઘાયલ થયા છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ ફરી એકવાર નિર્દોષ લોકો પર ત્રાસદાયક હુમલો કર્યો છે. મંગળવાર, 22 એપ્રિલ, 2025ના રોજ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા લોકપ્રિય હિલ સ્ટેશન પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા 4 પ્રવાસીઓ ઘાયલ થયા છે. પોલીસ અનુસાર આ હુમલો બૈસરન ખીણના ઉપરના વિસ્તારોમાં થયો હતો, જે પર્યટકો માટે એક જાણીતું સ્થળ છે.
ઘાયલ પ્રવાસીઓની ઓળખ હાલ સુધી બહાર આવી નથી,
પરંતુ સૂત્રો જણાવે છે કે તેઓ રાજસ્થાનથી કાશ્મીરની મુલાકાતે આવ્યા હતા. હાલ, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં ચાંપતો સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને આતંકીઓની શોધ ચાલી રહી છે. હુમલા બાદ આખા વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે અને પ્રવાસન સ્થળો પર બંદોબસ્ત કડક કરવામાં આવ્યો છે.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઉનાળાની રજાઓ શરૂ થવાની છે અને હજારો લોકો પહેલગામ અને નજીકના હિલ સ્ટેશનો તરફ અભિમુખ થાય છે. તંત્ર માટે આ ગંભીર ચિંતાનું કારણ બની ગયું છે. સરકારે તાત્કાલિક અસરથી સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત કરવાની જાહેરાત કરી છે.
સરકારી સૂત્રોના મતે, પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરના તાજેતરના વિવાદાસ્પદ નિવેદન બાદ આ હુમલો થયો છે. આરોપ છે કે આસીમ મુનીરે હિન્દુઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષા ઉપયોગ કરી હતી, જેને પગલે લશ્કર, જૈશ અને હિઝબુલ જેવા આતંકી જૂથોએ આ હુમલો આચર્યો હોવાનો શંકાસ્પદ દાવો છે.
હુમલો એવી ઘડીએ થયો છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની ઔપચારિક મુલાકાતે છે, અને અમરનાથ યાત્રાની તૈયારી પણ ચાલી રહી છે. આ હુમલાને ભારતની આંતરિક સુરક્ષા અને કૂટનૈતિક નીતિઓ સામે પડકારરૂપ ગણવામાં આવી રહ્યો છે.