Kedarnath: ભગવાન શિવના ધામ કેદારનાથના દ્વાર ફરીથી ભક્તો માટે ખૂલ્યા
Kedarnath કેદારનાથ ધામના પવિત્ર દ્વાર 2 મેના રોજ ભક્તો માટે ખોલાયા અને આ ભવ્ય પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતાના દળ સાથે ધામમાં પધાર્યા અને પ્રથમ દિવસે ભગવાન શિવના દર્શન કર્યા. મુખ્યમંત્રીની હાજરીમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા અને ભક્તો ફૂલોની વરસાતથી થયો.
#WATCH | Uttarakhand: Flower petals being showered on the devotees as portals of Shri Kedarnath Dham opened for the devotees today
CM Pushkar Singh Dhami is also present here on the occasion. pic.twitter.com/9Z4qpnLcqq
— ANI (@ANI) May 2, 2025
દર વર્ષે બરફવર્ષાની ઋતુમાં બંધ થતો આ હિમાલયી ધામ, હવે છ મહિના બાદ ફરીથી ખુલ્યો છે. મંદિરની ભવ્યતાને વધુ ઉન્નત બનાવવા માટે 108 ક્વિન્ટલ વિવિધ પ્રકારના ફૂલોનો ઉપયોગ કરીને શણગાર કરવામાં આવ્યો હતો. વૈશ્વિક સ્તરેથી લાવવામાં આવેલા આ ફૂલોમાં ગુલાબ, ગલગોટા અને અન્ય 54 જાતિઓનો સમાવેશ થયો હતો. ખાસ કરીને કોલકાતાના ગામથી લાવવામાં આવેલા ગલગોટાના ફૂલો 10-15 દિવસ સુધી તાજા રહે છે.
#WATCH | Uttarakhand: Cultural performances underway at Shri Kedarnath Dham after its portals were opened today for the devotees
CM Pushkar Singh Dhami is also present here on the occasion. pic.twitter.com/6NfrhXQLEB
— ANI (@ANI) May 2, 2025
મંદિરને શણગારવા માટે 150 થી વધુ સ્વયંસેવકોએ દિવસ-રાત મહેનત કરી. વડોદરાના શ્રીજલ વ્યાસે આ ટીમનું નેતૃત્વ કર્યું અને કહ્યું કે “અમે ભગવાન શિવની સેવા કરી ખૂબ ધન્ય માનીએ છીએ.” ટીમના અન્ય સભ્યો જેવી કે તપન દેસાઈએ પણ આ ક્ષણને “જીવનભરનો અનુભવ” ગણાવ્યો.
#WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami arrives at Shri Kedarnath Dham ahead of the opening of the portals of the dham pic.twitter.com/uel7EjBhvP
— ANI (@ANI) May 2, 2025
આ પ્રસંગે ભારતીય સેનાના ગઢવાલ રાઇફલ્સ બેન્ડે ભક્તિ સંગીત વગાડી ભક્તોનો ઉલ્લાસ વધાર્યો. ઘોડાની અછત હોવા છતાં સ્વયંસેવકો ફૂલો પહોચાડવા માટે સંપૂર્ણ સમર્પિત રહ્યા. ભક્તો માટે આ દિવસ શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર સાબિત થયો.