Madhya Pradesh : ભાજપના મંત્રીએ કર્નલ સોફિયાને સિંદૂર ઉજાડનારાઓની બહેન ગણાવી, બોલ્યા, એમની જ બહેનનાં હાથે એમને મારી નાંખ્યા
Madhya Pradesh મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના મહુમાં આયોજિત એક કાર્યક્રમમાં મંત્રી વિજય શાહે આવું નિવેદન આપ્યું છે. જે બાદ રાજ્યના રાજકારણમાં એક નવો વિવાદ ઉભો થયો છે. મંત્રી વિજય શાહે પોતાના સંબોધનમાં કર્નલ સોફિયા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જે લોકોએ આપણા દેશના લોકોના કપડાં ઉતાર્યા, અમે તેમની બહેનને જ મોકલીને તેમની ઐસી તૈસી કરી નાંખી છે.
મંત્રી વિજય શાહે શું કહ્યું?
મંત્રી વિજય શાહે કહ્યું હતું કે તેઓએ (આતંકવાદીઓએ) આપણા હિન્દુઓના કપડાં ઉતારીને તેમની હત્યા કરી હતી, અને મોદીજીએ તેમની બહેન (કર્નલ સોફિયા કુરેશી) ને તેમને પાઠ ભણાવવા માટે તેમના ઘરે મોકલી હતી. હવે મોદીજીના કપડાં ઉતારી શકાતા નહોતા તેથી તેમણે એમનાં જ સમુદાયની બહેનને મોકલી અને કહ્યું કે તમે અમારી બહેનોને વિધવા બનાવી દીધી છે. પછી તમારા સમુદાયની બહેનને મોકીલને નગ્ન કરી દીધા છે.
તેમણે વધુમાં કહ્યું કે તમારી જાતિ અને સમુદાયની બહેનને પાકિસ્તાન મોકલીને દેશના સન્માન અને આદર અને બહેનોના સુહાગનો બદલો લઈ શકાય છે. મોદીજીએ કહ્યું હતું કે તેઓ ઘરમાં ઘૂસીને મારી નાખશે. હું તેમને દાટી દઈશ. આતંકવાદીઓ ત્રણ માળના ઘરમાં બેઠા હતા. એક મોટા બોમ્બથી છત ઉડાડી દેવામાં આવી, પછી વચ્ચેની છત ઉડાડી દેવામાં આવી અને અંદર ગયા પછી, પરિવારનો નાશ કરાયો ફક્ત 56 ઇંચની છાતી ધરાવતો વ્યક્તિ જ આ કરી શકે છે.
#Watch | पाकिस्तान पर जुबानी हमले करते हुए मध्य प्रदेश के मंत्री विजय शाह कर्नल सोफिया कुरैशी पर आपत्तिजनक टिप्पणी कर बैठे। उन्होंने देश की बहादुर बेटी को 'पाकिस्तानियों की बहन' बता डाला।#MadhyaPradesh pic.twitter.com/KdOd2ssFjd
— Hindustan (@Live_Hindustan) May 13, 2025
જોકે, વીડિયો સામે આવતાની સાથે જ મંત્રી વિજય શાહે સ્પષ્ટતા કરી કે આપણા પ્રધાનમંત્રીએ આપણી બહેનોના સિંદૂરનો નાશ કરનારાઓને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે. મારા ભાષણને અલગ સંદર્ભમાં ન જુઓ. કેટલાક લોકો તેને અલગ સંદર્ભમાં જોઈ રહ્યા છે. તેઓ આપણી બહેનો છે અને તેમણે પોતાની પૂરી તાકાતથી સેના સાથે કામ કર્યું છે.