Murshidabad: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં દેશી બનાવટના બોમ્બથી જોરદાર વિસ્ફોટ, 3 લોકોના મોત; ઘણા ઘાયલ
Murshidabad પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે દેશી બનાવટના બોમ્બ બનાવતી વખતે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
Murshidabad સાગરપારા ગ્રામ પંચાયતના ખોયરતલા ગામમાં રવિવારે રાત્રે વિસ્ફોટ થયો હતો, જ્યાં લોકો દેશી બનાવટના બોમ્બ બનાવી રહ્યા હતા. મૃતકોની ઓળખ સાકિરુલ સરકાર (32), મામન મોલ્લા (30) અને મુસ્તાકિન શેખ (28) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટમાં ઘરની છત ઉડી ગઈ હતી. ઘટના બાદ ઘાયલ લોકો તુરંત જ નાસી છૂટ્યા હતા.
પોલીસે જણાવ્યું કે વિસ્ફોટ મમન મોલ્લાના ઘરે થયો હતો
જ્યાં દેશી બનાવટના બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં ત્રણેય મૃતકો તાજેતરમાં જ ‘ફેન્સાડીલ’ની દાણચોરીમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. સ્થાનિક લોકોએ મમન મોલ્લા અને સકીરુલ સરકારને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે.
આ ઘટના બીરભૂમ જિલ્લામાં 7 ઓક્ટોબરના રોજ થયેલા અન્ય વિસ્ફોટની યાદ અપાવે છે, જ્યારે કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં સાત ખાણિયાઓ માર્યા ગયા હતા અને અન્ય સાત ઘાયલ થયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સલામતીના પગલાંની બેદરકારીને કારણે થયો હતો.