PM Modi મોદીનું વિકાસ મિશન: 2 દિવસમાં 4 રાજ્યો, 70,000 કરોડના પ્રોજેક્ટ્સ અને ચૂંટણીની તૈયારીઓ
PM Modi ગુજરાત બાદ હવે પીએમ નરેન્દ્ર મોદી 29 અને 30 મેના રોજ દેશના ચાર રાજ્યો — સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. આ પ્રવાસ વિકાસના પ્રોજેક્ટ્સ સાથે ચૂંટણી પૂર્વ રણનીતિ માટે પણ મહત્વનો બની રહ્યો છે.
સિક્કિમથી શરૂઆત
પીએમ મોદી તેમના આ મહત્વપૂર્ણ પ્રવાસની શરૂઆત 29 મેના રોજ સિક્કિમથી કરશે. સવારે 11 વાગ્યે તેઓ “સિક્કિમ@50” શીર્ષક હેઠળ આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં રાજ્ય માટે અનેક વિકાસપ્રધાન યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે. પ્રકૃતિ અને ટેકનોલોજીની વચ્ચે સંતુલિત વિકાસને પ્રમોટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર
સિક્કિમ બાદ પીએમ મોદી બપોરે 2:15 વાગ્યે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર અને કૂચબિહાર પહોંચશે. અહીં તેઓ શહેર ગેસ વિતરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ ખાસ કરીને પૂર્વી ભારત માટે ઊર્જા આધારભૂત વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગથિયો માનવામાં આવી રહ્યો છે.
બિહારને મોટા વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ
સાંજે 5:45 વાગ્યે પીએમ મોદી પટના એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. બીજા દિવસે, 30 મેના રોજ, તેઓ બિહારના કરકટ શહેરમાં હાજરી આપશે જ્યાં 48,520 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ થશે. આ કાર્યક્રમ રાજકીય રીતે પણ મહત્વનો બની રહ્યો છે કારણ કે બિહાર આવનારા લોકસભા ચૂંટણીમાં હોટ સ્પોટ બની શકે છે.
યુપીમાં ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ
પીએમ મોદી બપોરે 2:45 વાગ્યે કાનપુર પહોંચશે જ્યાં તેઓ 20,900 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, તેઓ ગ્રેટર નોઇડાના YEIDA સેક્ટર 28 અને ઇકોટેક વિસ્તારમાં વીજ સબસ્ટેશનો માટે 320 કરોડના ખર્ચે પ્રોજેક્ટ્સ શરૂ કરશે.
પીએમ મોદીની આ ચાર રાજ્યોની મુલાકાત માત્ર વિકાસના પ્રોજેક્ટ્સ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ તે આગામી લોકસભા ચૂંટણીના રૂપરેખાને પણ સ્પષ્ટ કરે છે. વિકાસ સાથે જનસંપર્ક પીએમની મુખ્ય વ્યુહરચના છે.