Caste Census in UP ભાજપે જાતિગત ગણતરીનો મુદ્દો ખેચી લીધો, વિપક્ષ બન્યું દિશાવિહિન
Caste Census in UP દેશના રાજકીય માહોલ વચ્ચે મોદી સરકાર દ્વારા જાતિગત વસ્તી ગણતરીની જાહેરાત કરાઈ છે, જેને રાજકીય વિશ્લેષકો વડો માસ્ટરસ્ટ્રોક માની રહ્યા છે. વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (સપા), છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે સરકાર પર દબાણ બનાવી રહી હતી. પરંતુ હવે ભાજપે પોતે આ મુદ્દો હસ્તગત કરી લીધો છે અને વિપક્ષના હાથમાંથી એક મોટું હથિયાર છીનવી લીધું છે.
મોદી સરકારના આ નિર્ણયથી સૌથી વધુ ઝટકો સપા પ્રમુખ અખિલેશ યાદવ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લાગ્યો છે, કારણ કે તેઓ લાંબા સમયથી ‘જાતિગત વસ્તી ગણતરી’ને પોતાનું મુખ્ય એજન્ડા બનાવી ચૂક્યા હતા. અખિલેશે તો પીડીએ (પાછડા, દલિત અને અલ્પસંખ્યક) મતદાતાઓના નામે એક નવો નેરેટિવ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ હવે આ મુદ્દો સીધો ભાજપના કબજામાં ગયો છે.
જાતિગત વસ્તી ગણતરીની માંગ ભાજપના કેટલીક સાથી પક્ષો
જેમ કે ઓમ પ્રકાશ રાજભર, અનુપ્રિયા પટેલ અને સંજય નિષાદ દ્વારા પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં, બસપા નેતા માયાવતીએ પણ આ મુદ્દે સમર્થન વ્યક્ત કર્યું હતું. પરિણામે, ભાજપ સામે દબાણ વધી રહ્યું હતું કે હવે તે કોઈ સ્પષ્ટ પગલું ભરે. હવે જ્યારે સરકારે જાતિગત વસ્તી ગણતરીના નિર્ણય સાથે આગળ વધવાનો સંકેત આપ્યો છે, ત્યારે વિરોધ પક્ષો માટે તે સ્વીકારવા જેવો તો છે, પણ રાજકીય લાભ લેવા માટે ખૂબ ઓછો રહી ગયો છે.
આ નિર્ણયના અનેક રાજકીય અર્થઘટનો છે.
એક તરફ ભાજપે સમાજમાં ખાસ સમુદાયના વોટ બેન્કના નિર્માણ તરફ પગલું ભરી દીધું છે, બીજી તરફ વિપક્ષની પસંદગીના મુદ્દાને જાતેજ હસ્તગત કરીને તેમની રાજકીય યાત્રાને દિશાવિહિન બનાવી દીધી છે. હવે રાહુલ ગાંધી કે અખિલેશ યાદવની વારંવાર પુનરાવૃત્ત થતી માગણી ને લોકો ‘પછાત’ સમજી શકે છે.
અત્યાર સુધી વિપક્ષ જે મુદ્દે ભાજપને ઘેરી રહ્યું હતું, હવે તે ભાજપના વિકાસ અને સંવેદનશીલ શાસનની છબી વિકસાવનાર મુદ્દો બની ગયો છે.