Uttarakhand: લગ્નના મહેમાનોને લઈ જતી બસ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી; 30ના મોતની આશંકા
Uttarakhand: દુર્ઘટનાની માહિતી મળતાં જ ઉત્તરાખંડ વિધાનસભાના સ્પીકર રિતુ ખંડુરી ઘટનાસ્થળે પહોંચી ગયા પરંતુ તેમને ગ્રામજનોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો.
ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં એક મોટી દુર્ઘટના થઈ છે,
Uttarakhand: જ્યાં શુક્રવારે રાત્રે લગ્નમાં લઈ જતી બસ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. ઘટનાસ્થળે 25થી 30 લોકોના મોતની આશંકા છે. જો કે હજુ સુધી મૃતકોની સંખ્યા અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. બસ હરિદ્વારના લાલધાંગથી પૌડીના બિરોનખાલ ગામ જઈ રહી હતી. ઘટનાની માહિતી મળતાં જ ઉત્તરાખંડ વિધાનસભાના સ્પીકર રિતુ ખંડુરી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પરંતુ તેમને ગ્રામજનોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.
બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ ઊંડી ખીણમાં ખાબકી હતી ત્યારે સિમંડી ગામ નજીક આ અકસ્માત થયો હતો. બસમાં લગ્નના 40-50 મહેમાનો હતા.
આ અકસ્માત દુલ્હનના ઘર પાસે થયો હતો
આ અકસ્માત દુલ્હનના ઘરથી બે કિમીના અંતરે થયો હતો. બસમાં મુસાફરી કરી રહેલા મહેમાનો પોતાનો જીવ બચાવવા માટે બૂમો પાડવા લાગ્યા, ત્યારબાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા.
ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારબાદ બચાવ કામગીરી શરૂ કરી હતી. ટોર્ચ અને મોબાઈલ ફોનની મદદથી શરૂ થયેલા બચાવ કાર્ય માટે નજીકના પોલીસ સ્ટેશનોની પોલીસને પણ બોલાવવામાં આવી હતી.
અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.