Jyoti Malhotra: જાસૂસી કેસમાં મોટો ખુલાસો, નકલી નામથી નંબર સેવ કરતી હતી જ્યોતિ
Jyoti Malhotra હરિયાણાની ટ્રાવેલ વ્લોગર જ્યોતિ મલ્હોત્રા, જેને તાજેતરમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે, તે કેસમાં નવો મોટો ખુલાસો થયો છે. એવું જાણવા મળ્યું છે કે જમ્મુ-કાશ્મીરના હુમલાથી ઘણાં મહિના પહેલા, જ્યોતિના શંકાસ્પદ વર્તન અંગે 10 મે, 2024ના રોજ પહેલેથી જ ચેતવણી આપવામાં આવી હતી.
યુઝર કપિલ જૈન દ્વારા X પર એજન્સીઓને ચેતવણી આપી હતી
સોશિયલ મીડિયા યુઝર કપિલ જૈને X (પૂર્વ Twitter) પર NIA ને ટેગ કરીને લખ્યું હતું કે –
“આ મહિલા પહેલાં પાકિસ્તાની દૂતાવાસના ઇવેન્ટમાં જોવા મળી હતી અને પછી પાકિસ્તાન પણ ગઈ હતી. હવે કાશ્મીરની યાત્રા પર છે. કૃપા કરીને તપાસ કરો.”
જ્યોતિ સામે દેશમાં જાસૂસી અને પાકિસ્તાન કનેક્શનના અનેક તથ્યો સામે આવ્યા છે. તેના બંને ટ્રિપ દરમિયાન તેણીએ પાકિસ્તાનના અધિકારીઓ સાથે સંપર્ક સાધ્યો હતો.
જ્યોતિએ નકલી નામથી સેવ કર્યા હતા નમ્બર્સ
તપાસમાં ખુલ્યું છે કે જ્યોતિએ પાકિસ્તાની ગુપ્તચરોના નંબર પોતાના ફોનમાં અસલી ઓળખ છુપાવવા માટે નકલી નામથી સેવ કર્યા હતા. આરોપ છે કે એ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઇ કમિશનના કર્મચારી એહસાન-ઉર-રહીમ, તથા અન્ય અધિકારીઓ સાથે ગુપ્ત મીટિંગ્સમાં સંડોવાઈ હતી.
@NIA_India please keep close watch on this lady..she first visited and attained pakistani embassy function then visited pakistan for 10 days now she is heading for kashmir… may be some link behind all these pic.twitter.com/kfrXZNhMuE
— kapil Jain (@chupchaplo) May 10, 2024
પાકિસ્તાનની યાત્રા અને શંકાસ્પદ સંપર્કો
- 2023માં બે વખત પાકિસ્તાન ગઈ હતી
- શાકિર અને રાણા શાહબાઝ જેવા ગુપ્તચર સંપર્કો સાથે ઊંડો સંબંધ હતો
- દેશવિરોધી તત્વો સાથે મળીને લશ્કરી માહિતી લીક કરવાનો આરોપ
- અલી અહવાન નામના વ્યક્તિએ પાકિસ્તાનમાં રહેવાની વ્યવસ્થા કરી હતી
ટ્રાવેલ ઇન્ફ્લુએન્સરથી દેશદ્રોહ સુધી…
સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતી જ્યોતિ “Travel with Jo” નામથી જાણીતી છે. તેના યુટ્યુબ ચેનલના લગભગ 4 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. જો કે હવે તે ઉત્તર ભારતમાં પાકિસ્તાન માટે કામ કરતા જાસૂસી નેટવર્કની તપાસમાં મુખ્ય શંકાસ્પદ બની ગઈ છે.
સવાલો ઊભા થાય છે… ચેતવણી છતાં પગલાં કેમ નહીં લેવાયા?
હવે દેશભરમાં લોકો અને નિષ્ણાતો એજન્સીઓ પાસે પ્રશ્ન પુછી રહ્યા છે –
“જ્યારે એક સામાન્ય યુઝરે ચેતવણી આપી હતી, ત્યારે એજન્સીઓએ પગલાં શા માટે નહિં લીધાં?”
આ કેસ હવે ફક્ત જાસૂસી નહીં, પણ સુરક્ષા તંત્રની કાર્યપદ્ધતિ પર પણ સવાલ ઊભા કરે છે.