Natural Farming Jungle Model: જંગલ મોડેલથી પ્રાકૃતિક ખેતીનો વિક્રમ: ભરતભાઈએ ઓછી કિંમતમાં ઊંચી આવક મેળવી

Arati Parmar
3 Min Read

Natural Farming Jungle Model: લીંબુથી લઈને સરગવા સુધી – વિવિધ પાકોનું સંકલન

Natural Farming Jungle Model: ભાવનગર જિલ્લામાં એક ખેડૂત એવા પ્રેરણાસ્ત્રોત બની ગયા છે, જેમણે માત્ર 12મું ધોરણ પૂરું કર્યા બાદ પણ ખેતરમાં નવી દિશા બતાવી છે. મોરચુપણા ગામના ભરતભાઈ વેલજીભાઈ સોલંકીએ હમણાં પ્રચલિત થઈ રહેલી Natural Farming અપનાવીને ખેતીમાં ક્રાંતિ લાવી છે. તેમણે મહારાષ્ટ્રમાં તાલીમ મેળવીને ખેતી માટે ‘જંગલ મોડેલ’ વિકસાવ્યું છે, જેમાં તેઓ વિવિધ પાકોનો યોગ્ય રીતે સંકલન કરી વ્યાપક લાભ લઈ રહ્યા છે.

રાસાયણિક ખેતી છોડીને અપનાવ્યો પ્રાકૃતિક રસ્તો

હમણાં ખેડૂતો પરંપરાગત પદ્ધતિઓ છોડીને નવીન સંકલિત પદ્ધતિઓ અપનાવવાનું પસંદ કરી રહ્યા છે. ભરતભાઈએ પણ એક સમય હતો જ્યારે રાસાયણિક ખાતર-દવાઓ પર આધાર રાખી ખેતી કરતા હતા. પણ મહારાષ્ટ્રના શિબિરોમાં સહભાગી થવામાં અને સુભાષ પાલેકરની પ્રેરણાથી તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. સુભાષ પાલેકરના “પંચસ્તરીય મોડેલ” પરથી પ્રેરાઈ તેઓએ પોતાનું જંગલ મોડેલ ઉભું કર્યું.

Natural Farming Jungle Model

જુદા-જુદા પાકોના સંયોજનથી સર્જાયું સફળતાનું સમીકરણ

આ એક એકર જમીન પર ભરતભાઈએ પપૈયા, લીંબુ, જામફળ, સરગવો, હળદર અને મરચી જેવા વિવિધ પાકોનું સંયોજન કર્યું છે. આ તમામ પાકોની ખેતી સંપૂર્ણ રીતે ઘન જીવામૃત, ખાટી છાશ, ગૌમૂત્ર અને અગ્નિઅસ્ત્ર જેવી પ્રાકૃતિક પદ્ધતિઓ પર આધારિત છે. તેઓનું ખેતર દર વર્ષે અંદાજે 1,50,000 રૂપિયાનું ઉત્પાદન આપે છે અને ખેતપેદાશ ભાવનગર, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં વેચાય છે જ્યાં તેમને વધુ ભાવ પણ મળે છે.

ઓછા ખર્ચે વધુ નફો: પ્રાકૃતિક ખેતીનો સૌથી મોટો લાભ

પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતને સૌથી મોટો લાભ એ છે કે તેણે ખેતરમાં રાસાયણિક દવાઓ માટે ખર્ચ નથી કરવો પડતો. જમીનની સ્વાભાવિક તંદુરસ્તી જાળવી રાખીને ઉપજ માટે વિવિધ ઔષધીય પ્રવાહીનો ઉપયોગ થાય છે. જેથી પાક રોગમુક્ત રહે છે અને નફો પણ વધુ મળે છે.

Natural Farming Jungle Model

અન્ય ખેડૂતો માટે પ્રેરણા બની રહેલી સફળતા

ભરતભાઈના જણાવ્યા મુજબ, “જંગલ મોડેલ કેવળ ખેતી માટે જ નહિ પણ કુદરતી તંત્ર માટે પણ લાભદાયક છે. જમીનનો સ્વાભાવિક જૈવિક સંતુલન જળવાતું રહે છે અને લાંબા ગાળે આ મોડેલ વધુ ટકાઉ છે.”

જેમ જેમ કુદરત તરફ વળવાની જરૂરિયાત વધી રહી છે, તેમતેમ પ્રાકૃતિક ખેતી જેવી પદ્ધતિઓ ખેડૂતો માટે આશાજનક બની રહી છે. ભરતભાઈ સોલંકીનું જંગલ મોડેલ આજના યુવાન ખેડૂતો માટે ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે ઓછા ખર્ચે પણ લાખોની કમાણી મેળવી શકાય છે, માત્ર યોગ્ય માર્ગદર્શન અને વિશ્વાસથી.

Share This Article