ખેરગામ ના કાછીયા ફળિયા ખાતે શંકાસ્પદ કારને ચેક કરવા ગયેલા પી.એસ.આઈ સાથે દારૂના બુટલેગરે કારમાં દારૂ ભર્યો છે શુ કરવાના એમ કહી પોલીસ સાથે ઝપાઝપી કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
ખેરગામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સહીતનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો એ સમયે ખેરગામના કાછીયા ફળિયા ખાતે રહેતા સીદીક શેખ ના ઘર આગળ એક કાર શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે કારમાં તપાસ કરતા સીદીક શેખ બહાર આવી નશાની હાલતમાં પોલીસને કારમાં 10 પેટી દારૂ ભર્યો છે.અને તમે શુ કરી લેશો તેમ જણાવતા પોલીસે તેમની સાથે સભયતા થી વાતો કરવા જણાવી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશને લઈ જવા જણાવતા સીદીક શેખ પોતાના પરિવારને જગાડી પોલીસ ને ગાળાગાળી આપતો હોય જેથી પોલીસે તેને કાયદેસરની કાર્યવાહી કરવા બળજબરી કરી હતી.જેમાં સીદીક શેખે પોલીસ સાથે ઝપાઝપી કરતા સીદીક શેખને નાકના ભાગે ઈજા થતા તેને સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે આ ઝપાઝપીમાં ખેરગામના પી.એસ.આઈ વી.જે.ચાવડાની વર્દીના બટનો પણ તુટી જવા પામ્યા હતા.આ ઘટના ને પગલે સી.પી.આઈ સહીતનો સ્ટાફ ખેરગામ પોલીસ મથકે ધસી આવ્યો હતો.
વી.જે.ચાવડા (પી.એસ.આઈ,ખેરગામ પોલીસ સ્ટેશન)
સીદીક શેખ અને તેના પરિવાર વિરૂદ્ધ મારામારી તેમજ દારૂના 10 થી વધુ ગુનાઓ પોલીસ ચોપડે નોધાયા છે સાથેજ આ સીદીક શેખ તેમજ તેના પરિવાર ખેરગામ વિસ્તારમાં ખુલ્લેઆમ બેખોફ બની દાદાગીરી પણ કરતા હોવાથી ખેરગામના લોકોમાં આ પરિવાર વિરૂદ્ધમાં આક્રોશ પણ જોવા મળતો હોય છે.