રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં 11 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે અને અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે. મોડી રાતે અચાનક પાણી આવી જતા લોકો પોતાનો કિંમતી સમાન ત્યાંજ છોડી સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા.
નવસારી જિલ્લાની પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. અંબિકા નદીની સપાટી માત્ર બે કલાકમાં 10 ફૂટ વધી 25.50 ફૂટ ઉપર જ્યારે પૂર્ણા નદી 21.50 ફૂટ ઉપર વહી રહી છે. જ્યારે કાવેરી નદી 13 ફૂટ ઉપર પહોંચી છે.
કાવેરી નદીના જળસ્થર વધતા શ્રી તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયુ હતું અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા છે.
ભારે વરસાદના કારણે ચીખલીથી હરણ ગામ જતો માર્ગ અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 139 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 47 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડયો છે.
આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરના બોડેલીમાં ચાર ઇંચ ખાબક્યો છે.
રાત્રે પડેલા ધોધમાર વરસાદમાં નવસારી બેટમાં ફેરવાઇ ગયું છે અને અનેક વિસ્તાર જળ બંબાકાર બન્યા છે.