નવસારી એસટી ડેપો ઉપર અચાનક ડેપોમાંથી બસ આગળ ધસીને ડેપો બહાર ઉભેલી રિક્ષાને કચડી નાખી હતી. સદનસીબે આ ઘટનામાં બે વ્યક્તિના જીવ બચી ગયા હતા. જ્યારે રિક્ષાને ઘણું નુકસાન થયું હતું. ઉપરાંત ફળ વેચતી મહિલાનો પણ ચમત્કારિક બચાવ થયો હતો.
ડેપો બહાર રિક્ષાને અડફેટે લઈ લીધી
નવસારી ડેપોમાં અવારનવાર અકસ્માતની ઘટનાને પગલે પ્રકાશમાં આવતું રહ્યું છે. અગાઉ નવસારી એસટી ડેપોમાં 3 મુસાફરોને બસચાલકે પુરપાટ ઝડપે બસ હંકારી અડફેટે લઇને મોત નિપજાવ્યા હતા. આ ઘટનાને હજી 5 માસ થયા જેટલો જ સમય થયો છે ત્યાં જ આવી મોટી ઘટના બનતા સદનસીબે રહી ગઈ હતી. સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ નવસારી ડેપોની દાંડીની બસ (નં. GJ-18-Y-8022) નવસારી ડેપો પર પહોંચી હતી. પ્લેટફોર્મ નંબર 9 પરથી પુનઃ કૃષ્ણપુર જવા રવાના થવાની હતી. ચાલક ઉપેન્દ્ર બારોટે બસને પ્લેટફોર્મ ઉપર મૂકીને કંડકટર સાથે ફ્રેશ થવા નીકળ્યા હતા અને ગણતરીની મિનિટમાં બસ આગળ વધવા લાગી હતી અને તે 50 મિટર આગળ વધીને ડેપો બહાર રિક્ષાને અડફેટે લઈ લીધી હતી. બસમાં ચાલક ન હોવાથી સૌ અવાક રહી ગયા હતા. ચાલકે બસ કેવી રીતે મૂકી કે તે આગળ વધી જઈને ઉભેલી રિક્ષામાં ભટકાઈ ગઈ. જોકે રિક્ષામા વચ્ચે ન આવી હોત તો બસ એ કેટલાનો ભોગ લીધો હોત.