ભારતીય મૂળની સમૃદ્ધિ કાલિયાએ દુબઈમાં ઇતિહાસ રચ્યો છે. સમૃદ્ધિએ એક નાના બોક્સમાં 3 મિનિટમાં યોગના 100 પોઝ આપીને નવો રેકોર્ડ બનાવ્યો છે. સમૃદ્ધિનું આ ત્રીજું યોગ ટાઈટલ છે, જેમાંથી 2 ટાઈટલ સમૃદ્ધિએ 1 મહિનાની અંદર પોતાના નામે કર્યા છે. ખલિજ ટાઈમ્સના રિપોર્ટનો હવાલો આપતા રવિવારે ન્યૂજ એજન્સીના જણાવ્યા પ્રમાણે, 11 વર્ષની સમૃદ્ધિનું નામ ગુરુવારે ‘ફાસ્ટેસ્ટ હંડ્રેડ યોગા પોસ્ચર્સ પરફોર્મ્ડ ઈન રિસ્ટ્રિક્ટેડ એરિયા’ માટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું. સમૃદ્ધિએ આ ચેલેન્જને 3 મિનિટ અને 18 સેકન્ડમાં દુબઈની પ્રખ્યાત બ્લિડિંગ બુર્જ ખલીફાના વ્યુઈંગ ડેક પર પૂર્ણ કરી. એક નાના બોક્સની અંદર એક મિનિટમાં લગભગ 40 યોગ આસન કરીને રેકોર્ડ બનાવ્યાના થોડા સપ્તાહ બાદ જ સમૃદ્ધિએ આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
Friday, May 3