ભારતભરમાં ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે નવસારી જુનિયર રેડક્રોસ આયોજીત સ્વામી વિવેકાનંદની ૧૫૪ મી જન્મ જયંતિ નિમિતે ફુવારા ખાતે રેલીનું પ્રસ્થાન નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઈએ લીલી ઝંડી આપી કરાવ્યું હતું.
સ્વામી વિવેકાનંદનો જન્મ સને ૧૮૬૩મા ૧૨ જાન્યુઆરીના રોજ કલકતા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો અને સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન – એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના ગણાતા ભારત સરકારે ૧૯૮૪માં પ્રથમ વખત રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત નવસારી જુનિયર રેડક્રોસ અને નવસારી પાલિકા સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત નવસારી શહેરનાં ૧૯ જેટલા શાળાના વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વામી વિવેકાનંદનાં આર્દશ વિચારો જીવનમાં ઉતારવા સાથે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ કરો જેવા અનેક એક સુરો સાથે સુત્રો કરી જુનાથાણા સ્થિત સ્વામી વિવેકાનંદની પ્રતિમાને માહાનુભાવોએ ફૂલહાર અર્પણ કર્યા હતા.