નવસારીમાં ભારે વરસાદ વરસતા અંબીકા નદીમાં પૂર આવ્યુ છે. અંબીકા નદીમાં ધસમસતા પ્રવાહનું નિર્માણ થતા પાણી નદીની બહાર વહી રહ્યુ છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. 100થી વધુ ઘરોમાં પાણીમાં ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા ભાગનો સામાન નદીના પ્રવાહમાં તણાઇ ગયો. બચેલા સામાનને બચાવાનો લોકોએ પ્રયત્ન કર્યો હતો..અંબિકા નદીનો પ્રવાહ સતત વધી રહ્યો છે પરંતુ તંત્ર હજુ લોકોની મદદે પહોંચ્યુ નથી.
નવસારીના ચીખલી ખાતે કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. કાવેરી નદી બંને કાંઠે વહેતા રિવરફ્રન્ટ નજીકનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. નદીનુ જળસ્તર વધતા ચીખલી નદી પાસેના વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાયા છે. ચીખલી સ્મશાન ભૂમિમાં પણ કાવેરીના પાણી ફરી વળ્યા છે. સમગ્ર સ્થિતિએ લઇને તંત્રએ એલર્ટ જાહેર કર્યુ છે.