ઉતરાયણના પર્વને અનુલક્ષીને નવસારી જિલ્લામાં તુકકલ,ફાનસનું વેચાણ કરતા નવસારી એલસીબી પોલીસે બે વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે. નવસારી કલેકટર દ્વારા એક જાહેરનામા દ્વારા જિલ્લામાં ચાઇનીઝ તુકકલ, ફાનસના વેચાણ તેમજ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્યોન છે. જેને અનુલક્ષીને નવસારી પોલીસ અધિક્ષક ગીરીશ પંડયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સબ ઇન્સધપેકટર ડી.એન.પટેલ અને તેમની ટીમ દ્વારા નવસારી શહેર વિસ્તા રમાં પતંગોનું વેચાણ કરતા વેપારીઓને દુકાનોમાં સઘન ચેંકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવસારી પોલીસ દ્વારા સઘન ચેકિંગની થઇ રહેલી કામગીરીના કારણે ગેરકાયદે ચાઇનીઝ તુકકલ, ફાનસનું વેચાણની તૈયારી કરતા પતંગના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નવસારી શહેરમાં હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ટાવર પાસે યુકો બેંકની બાજુમાં મહાવીર પતંગ દુકાનમાં તપાસ કરતા ચાઇનીઝ તુકકલ, ફાનસ નંગ-૭ કિ.૨૧૦ મળી આવતા કબજે કરી, દુકાનદાર સુધીરભાઇ શશીકાંત શાહ રહે. નવસારી ટાવરને જાહેરનામાના ભંગ બદલ નવસારી શહેર પોલીસ સ્ટેુશનમાં જીપીએકટ કલમ-૧૩૧ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત નવસારી દશેરા ટેકરી ગણેશચોક રસ્તાની બાજુમાં પતંગનું વેચાણ કરતા ગ્રીનેશ દલુભાઇ પટેલને ત્યાંર તપાસ કરતાં ચાઇનીઝ તુકકલ, ફાનસના ૧૦ નંગકિ.૩૦૦/- મળી આવતા કબજે કરાયા હતા. કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ગ્રીનેશભાઇ સામે નવસારી પોલીસ સ્ટેકશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યોં છે.
નવસારી શહેર કે જિલ્લામાં ચાઇનીઝ તુકકલ, ફાનસ વેચાણ કરતાં વેપારીઓ કે આવા તુકકલ,ફાનસ ચગાવતા વ્યઇકિતઓ જણાય તો પોલીસને જાણ કરવા પણ કલેકટર નવસારી દ્વારા અપીલ કરવામાં આવી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.