નવસારીમાં આદિવાસી મહિલાઓએ કેટલાક પ્રશ્નોને લઈને આજ રોજ સરકાર વિરોધ રેલી પ્રદર્શન કર્યું હતું. આ રેલીનું આયોજન ખુબ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું. જેમાં એક હજારથી વધારે આદિવાસી મહિલાઓ જોડાઈ હતી.સમાજના વિવિધ પ્રશ્નો જેવા કે વ્યસન અને દારુ પર પાબંધીથી માંડીને ઘણા સમાજીક પ્રશ્નોના વિરોધમાં મહિલાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ રેલી પ્રદર્શન કર્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ રેલીમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા હતા. આ તમામે ભેગા થઈને ભાજપ સરકાર વિરુદ્ઘ રેલી પ્રદર્શન કર્યું હતું.