નીમ કરોલી બાબા: નીમ કરોલી બાબા અનુસાર, સારો સમય શરૂ થતા પહેલા મળે છે આ સંકેતો
નીમ કરોલી બાબા ભારતની એ મહાપુરુષોમાં સામેલ છે જેમણે પોતાના આધ્યાત્મિક જ્ઞાનથી આખા સંસારને પ્રભાવિત કર્યો છે. બાબાએ ભલે પોતાના જીવનકાળમાં ઘણા સંદેશા આપ્યા હોય, પરંતુ આજે અમે તમને જણાવીશું કે સારો સમય શરૂ થતા પહેલા મળતા સંકેતો વિશે નીમ કરોલી બાબાએ શું જણાવ્યું હતું.
નીમ કરોલી બાબાએ પોતાના આધ્યાત્મિક જ્ઞાનથી ઘણા લોકોના જીવનમાં ઉજાસ ફેલાવ્યો છે. આજે પણ લોકો કૈંચી ધામમાં બાબા નીમ કરોલીના દર્શન કરવા જાય છે. પોતાના જીવનકાળ દરમિયાન બાબા નીમ કરોલીએ ઘણા એવા ઉપદેશ આપ્યા છે, જે આજે પણ લોકોને કામ આવે છે. બાબાએ સારો સમય શરૂ થતા પહેલા મળતા સંકેતો વિશે પણ જણાવ્યું હતું. આજે અમે તમને તેના વિશે જ માહિતી આપવા જઈ રહ્યા છીએ.

૧. સપનામાં પૂર્વજોનું આવવું
જો તમારા પૂર્વજો તમારા સપનામાં આવે છે તો તે સારા દિવસો આવવાનો સંકેત છે. બાબા નીમ કરોલી જણાવે છે કે જો પૂર્વજો તમારા સપનામાં આવીને તમને સારા-નરસાનું જ્ઞાન આપે તો સમજી જાવ કે હવે તમારા જીવનનો ખરાબ સમય સમાપ્ત થશે. તમારા જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ પણ આ પછી દૂર થવા લાગે છે.
૨. સંત-મહાત્માઓના દર્શન
બાબા નીમ કરોલી જણાવે છે કે જો તમને સાધુ-સંત અને મહાત્માઓના દર્શન થવા લાગે છે તો તમારા જીવનની મુશ્કેલીઓનો અંત આવવા લાગે છે. આ સારો સમય આવવાનો સંકેત છે, સાથે જ આવું થવાથી તમારું આધ્યાત્મિક જ્ઞાન પણ વધે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઘણીવાર ઈશ્વર સાધુ-સંતોનું રૂપ લઈને તમારા જીવનમાં આવે છે અને તમારા જીવનને સકારાત્મક રીતે બદલી દે છે.
3. પૂજા દરમિયાન આંસુનું આવવું
જો તમે પૂજા કરી રહ્યા હોવ અને આ દરમિયાન તમારી આંખોમાંથી આંસુ છલકાઈ જાય તો તેને પણ બાબા શુભ સંકેત માને છે. આનો અર્થ છે કે ઈશ્વરની કૃપા તમારા પર વરસવાની છે અને પારિવારિક અને કારકિર્દીના ક્ષેત્રમાં ખુશીઓ મળવાની છે.

૪. ગાયના વારંવાર દર્શન થવા
જો તમને ગાય માતાના વારંવાર દર્શન થાય છે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. બાબા નીમ કરોલી પણ આ વાત સાથે સહમત હતા કે ગાય દેખાય તો વ્યક્તિના જીવનમાં સુધારો થાય છે. ગાયનું દેખાવું ગ્રહોના ખરાબ પ્રભાવને પણ ઓછું કરે છે અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં તમે પ્રગતિ પ્રાપ્ત કરો છો. ગાયનું વારંવાર દેખાવું તમારા ઘર-પરિવારમાં ખુશીઓ આવવાનો સંકેત પણ માનવામાં આવે છે.
