વર્લ્ડ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરા ટીમનું નેતૃત્વ કરશે: 19 સભ્યોની ભારતીય ટુકડીની જાહેરાત
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેનું નેતૃત્વ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અને વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરા કરશે. ટોક્યોમાં યોજાનારી આ સ્પર્ધા માટે કુલ 19 સભ્યોની ટુકડી જાહેર કરવામાં આવી છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમ
એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI) દ્વારા જાહેર કરાયેલી 19 સભ્યોની ટીમમાં 14 પુરુષો અને 5 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ટીમમાં જ્વેલિન થ્રો (ભાલા ફેંક) માં 4 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં નીરજ ચોપરા, સચિન યાદવ, રોહિત યાદવ અને યશવીર સિંહનો સમાવેશ થાય છે. મહિલા જ્વેલિન થ્રોમાં અનુ રાની પણ ટીમનો ભાગ છે.
ટીમના મુખ્ય ખેલાડીઓ:
- જ્વેલિન થ્રો: નીરજ ચોપરા, સચિન યાદવ, રોહિત યાદવ, યશવીર સિંહ (પુરુષ), અનુ રાની (મહિલા).
- ટ્રિપલ જમ્પ: પ્રવીણ ચિત્રાવેલ, અબ્દુલ્લા અબુબેકર.
- લોન્ગ જમ્પ: શ્રીશંકર એમ.
- હાઈ જમ્પ: સર્વેશ અનિલ કુશારે.
- રેસ વોક: સંદીપ કુમાર, રામ બાબુ, પ્રિયંકા.
- અન્ય ઇવેન્ટ્સ: અનિમેષ કુજુર (200 મીટર), ગુલવીર સિંહ (5000 અને 10000 મીટર), પૂજા (800 અને 1500 મીટર) અને પારુલ ચૌધરી (3000 મીટર SC).
India Squad for Athletics World Championships announced!
✨ Key Highlights:
➡️ 19 🇮🇳 athletes (14 Men, 5 Women)
➡️ Neeraj Chopra to spearhead the squad.
➡️ Gulveer Singh & Pooja set for 2 events each.
➡️ Injuries rule out Avinash Sable, Jyothi Yarraji, Nandini Agasara &… pic.twitter.com/joXaa7wzVA
— India_AllSports (@India_AllSports) August 31, 2025
કેમ્પ અને ટૂર્નામેન્ટની વિગતો
આ ટીમ 4 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર, 2025 સુધી ટોક્યોમાં પ્રી-ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે, જેમાં નીરજ ચોપરા 5 સપ્ટેમ્બરથી જોડાશે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 13 સપ્ટેમ્બર, 2024થી 21 સપ્ટેમ્બર, 2024 સુધી ચાલશે.
નીરજ ચોપરા તાજેતરમાં ડાયમંડ લીગ ફાઇનલમાં બીજા સ્થાને રહ્યા હતા અને હવે તેમનું સંપૂર્ણ ધ્યાન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાનો ખિતાબ બચાવવા પર છે. તેમણે કહ્યું કે તેઓ ખૂબ સારું અનુભવી રહ્યા છે અને આ ટાઇટલનો બચાવ કરવા માટે પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરશે.