NHS એપમાં નવો ફેરફાર: હવે પ્રિસ્ક્રિપ્શન તૈયાર થતાં જ મોબાઈલ અને સ્માર્ટવોચ પર મળશે નોટિફિકેશન

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
3 Min Read

NHS App Alert Service: પ્રિસ્ક્રિપ્શન ટ્રેકિંગ બન્યું વધુ સરળ, જાણો કેવી રીતે ચાલુ કરવું આ ફીચર

ઈંગ્લેન્ડમાં નેશનલ હેલ્થ સર્વિસ (NHS) એપનો ઉપયોગ કરતા લાખો દર્દીઓ માટે એક અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. હવે જ્યારે દર્દીઓની દવાની ચિઠ્ઠી (પ્રિસ્ક્રિપ્શન) ફાર્મસી પર તૈયાર થઈ જશે, ત્યારે તેમને સીધા તેમના સ્માર્ટફોન અને સ્માર્ટવોચ પર રિયલ-ટાઈમ પુશ નોટિફિકેશન (અલર્ટ) મળી જશે.

NHS ઈંગ્લેન્ડ મુજબ, આ નવી સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ફાર્મસી પર બિનજરૂરી ધક્કા ખાવાથી બચાવવાનો અને ફોન કરીને સમય બગાડવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવવાનો છે. અગાઉ લોકોને પોતાની દવાઓ તૈયાર થઈ છે કે નહીં તે જાણવા માટે વારંવાર એપ ખોલીને ચેક કરવું પડતું હતું અથવા મેડિકલ સ્ટોર પર રૂબરૂ જઈને તપાસ કરવી પડતી હતી.

- Advertisement -

medicine 1.jpg

આ નવી સુવિધા મેળવવા માટે શું કરવું પડશે?

આ નવી નોટિફિકેશન સેવા સર્વિસનો લાભ લેવા માટે યુઝર્સે પોતાની NHS એપ્લિકેશનના સેટિંગ્સમાં જઈને ‘પુશ અલર્ટ્સ’ (Push Alerts) ઓન કરવા પડશે. નોટિફિકેશન ચાલુ કરતાં જ ફાર્મસી દ્વારા દવાનો ઓર્ડર પેક થઈ ગયા બાદ તુરંત જ દર્દીના સ્ક્રીન પર મેસેજ આવી જશે.

- Advertisement -

હેલ્થ ઈનોવેશન મિનિસ્ટર જેમ્સ ફ્રિથે આ અંગે જણાવ્યું હતું કે, “આ ડિજિટલ ટેક્નોલોજીનું એક એવું વ્યાવહારિક ઉદાહરણ છે જે લોકોના રોજના અનુભવમાં મોટો સકારાત્મક ફેરફાર લાવી શકે છે. આનાથી દર્દીઓનો સમય તો બચશે જ, પણ સાથે સાથે ફાર્મસી સ્ટાફ પર આવતા બિનજરૂરી ફોન કૉલ્સ ઘટશે, જેથી તેઓ દર્દીઓની સારસંભાળ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.” તેમણે તમામ યુઝર્સને આ સેવા શરૂ કરવા વિનંતી કરી છે.

‘એમેઝોન-સ્ટાઈલ’ ટ્રેકિંગ પછી બીજું મોટું કદમ

NHS ઈંગ્લેન્ડના ચીફ ડિજિટલ, ડેટા એન્ડ ટેકનોલોજી ઓફિસર રોબ થૉમ્પસનના જણાવ્યા મુજબ, આ સેવા સ્વાસ્થ્ય સેવાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવાની દિશામાં નવું કદમ છે. આ અગાઉ NHS એપ પર ‘એમેઝોન’ સ્ટાઈલનું પ્રિસ્ક્રિપ્શન ટ્રેકર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ અત્યાર સુધીમાં લગભગ ૨૯ લાખ લોકો કરી ચૂક્યા છે.

હાલમાં ઈંગ્લેન્ડની દર ત્રણમાંથી એક ફાર્મસી આ ટ્રેકિંગ સેવા સાથે જોડાઈ ચૂકી છે અને હજારો ફાર્મસીઓમાં આ નવું અલર્ટ સિસ્ટમ લાઈવ થઈ ગયું છે. લોકો હવે સ્માર્ટવોચ પર એક સિંગલ નોટિફિકેશન જોઈને સીધા દવા લેવા જઈ શકશે.

- Advertisement -

medicine pice.jpg

હેલ્થ એક્સપર્ટ્સ અને ફાર્મસી એસોસિએશને વધાવ્યો નિર્ણય

‘પેશન્ટ્સ એસોસિએશન’ના ચીફ એક્ઝિક્યુટિવ રેચેલ પાવરે આ સુવિધાનું સ્વાગત કરતાં કહ્યું કે, દર્દીઓ ઘણા સમયથી આ પ્રકારના ફીચરની માંગણી કરી રહ્યા હતા. જ્યારે લોકોને દવા ક્યારે તૈયાર છે તેની ચોક્કસ માહિતી મળે છે, ત્યારે તેમનો કિંમતી સમય બચે છે.

તેમજ ‘નેશનલ ફાર્મસી એસોસિએશન’ના ચીફ એક્ઝિક્યુટિવ હેનરી ગ્રેગે ઉમેર્યું કે, “મેડિકલ સ્ટોર અને ફાર્મસીઓ નવી ટેક્નોલોજી અપનાવવા માટે ઉત્સુક છે. આ ફીચરથી સ્ટાફને વારંવાર આવતા પૂછપરછના ફોનથી મુક્તિ મળશે અને દર્દીઓ માટે પણ પોતાની દવાઓ મેળવવી વધુ અનુકૂળ અને સરળ બની જશે.”

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.