જૂઓ 70મા ફિલ્મફેર એવોર્ડનું નોમિનેશન લિસ્ટ, 11 ઓક્ટોબરે અમદાવાદમાં યોજાશે એવોર્ડ નાઈટ
આ વર્ષે ફિલ્મફેર એવોર્ડ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે. ફિલ્મફેરે ગુજરાત ટુરિઝમ સાથે 70 મા હ્યુન્ડાઇ ફિલ્મફેર ઍવોર્ડ્સ 2025 માટે નોમિનેશન યાદી જાહેર કરી. આ વર્ષે 70મા સીમાચિહ્નની ઉજવણી કરતા, ફિલ્મફેર વાર્તા કહેવા અને સિનેમાની શ્રેષ્ઠ પ્રતિભાને ઓળખશે. આ વર્ષના નોમિનેશનમાં 2024 માં સિનેમાને વ્યાખ્યાયિત કરનારી વિવિધ વાર્તા કહેવાની અને શક્તિશાળી અભિનયને પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે.
લાપતા લેડીઝ, કિલ, સ્ત્રી 2, ભૂલ ભુલૈયા 3, આર્ટિકલ 370, શ્રેષ્ઠ ફિલ્મ શ્રેણીમાં ટોચ પર છે. મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા (પુરુષ) માટે, અભિષેક બચ્ચન, અજય દેવગણ, ઋતિક રોશન, કાર્તિક આર્યન, રાજકુમાર રાવ અને અક્ષય કુમાર જેવા પાવરહાઉસને તેમના શાનદાર અભિનય માટે નામાંકિત કરવામાં આવ્યા છે. મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા (સ્ત્રી) કેટેગરીમાં આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, કૃતિ સેનન, શ્રદ્ધા કપૂર, તબ્બુ અને યામી ગૌતમ આગળ છે.
બેસ્ટ ફિલ્મ (ક્રિટીક્સ) કેટેગરીમાં, સુજિત સરકારની ‘આઈ વોન્ટ ટુ ટૉક’, અમિત રવિન્દ્રનાથ શર્માની ‘મેદાન’, શ્રીરામ રાઘવનની ‘મેરી ક્રિસમસ’, હંસલ મહેતાની ‘ધ બકિંગહામ મર્ડર્સ’ અને કિરણ રાવની ‘લાપતા લેડીઝ’ નામાંકિત છે. શ્રેષ્ઠ અભિનેતા ક્રિટીક્સના નામાંકન માટે અભિષેક બચ્ચન (આઈ વોન્ટ ટુ ટૉક), પ્રતીક ગાંધી (મડગાંવ એક્સપ્રેસ), રાજકુમાર રાવ (શ્રીકાંત), રણદીપ હુડા (સ્વાતંત્ર્ય વીર સાવરકર) અને સ્પર્શ શ્રીવાસ્તવ (લાપતા લેડીઝ) નો સમાવેશ થાય છે. આલિયા ભટ્ટ (જીગ્રા), કરીના કપૂર ખાન (ધ બકિંગહામ મર્ડર્સ), નિતાંશી ગોયલ (લાપતા લેડીઝ), પ્રતિભા રાંતા (લાપતા લેડીઝ), અને વિદ્યા બાલન (દો ઔર દો પ્યાર) શ્રેષ્ઠ અભિનેત્રી ક્રિટીક્સની શ્રેણીમાં નોમિનેટ થઈ છે.
બેસ્ટ ડેબ્યુ (પુરુષ) કેટેગરીમાં લક્ષ્ય, અભિનવ સિંહ, ગુરુ રંધાવા, જીબ્રાન ખાન, ક્ષિતિજ ચૌહાણ, સ્પર્શ શ્રીવાસ્તવ નોમિનેટ થયા છે જ્યારે પ્રતિભા રંતા, નિતાંશી ગોયલ, પશ્મિના રોશન, ધ્વની ભાનુશાલી, અંજીની ધવન, અહિલ્યા બામરુ બેસ્ટ ડેબ્યુ કેટેગરીમાં છે. ફિલ્મફેર ઍવોર્ડ્સના ૭૦ વર્ષ પૂરા થવાની ઉજવણી 11 ઑક્ટોબરના રોજ અમદાવાદમાં યોજાશે.
70 માં ફિલ્મફેર ઍવોર્ડ 2025ની નોમિનેશનનું લિસ્ટબેસ્ટ ફિલ્મ
આર્ટીકલ 370
ભુલ ભુલૈયા 3
કિલ
લાપતા લેડીઝ
સ્ત્રી 2
બેસ્ટ ડિરેક્ટર
આદિત્ય સુહાસ જાંભળે (આર્ટીકલ 370)
અમર કૌશિક (સ્ત્રી 2)
અનીસ બઝમી (ભૂલ ભુલૈયા 3)
કિરણ રાવ (લાપતા લેડીઝ)
નિખિલ નાગેશ ભટ (કિલ)
બેસ્ટ ફિલ્મ (ક્રિટીક્સ)
આઈ વોન્ટ ટુ ટૉક (શૂજિત સરકાર)
લાપતા લેડીઝ (કિરણ રાવ)
મેદાન (અમિત રવિન્દ્રનાથ શર્મા)
મેરી ક્રિસમસ (શ્રીરામ રાઘવન)
બકિંગહામ મર્ડર્સ (હંસલ મહેતા)
મુખ્ય ભૂમિકામાં બેસ્ટ ઍકટર (મેલ)
અભિષેક બચ્ચન (આઈ વોન્ટ ટુ ટૉક)
અજય દેવગન (મેદાન)
અક્ષય કુમાર (સરફિરા)
હૃતિક રોશન (ફાઇટર)
કાર્તિક આર્યન (ચંદુ ચેમ્પિયન)
રાજ કુમાર રાવ (સ્ત્રી 2)
બેસ્ટ ઍકટર (ક્રિટીક્સ)
અભિષેક બચ્ચન (આઈ વોન્ટ ટુ ટૉક)
પ્રતીક ગાંધી (મડગાંવ એક્સપ્રેસ)
રાજકુમાર રાવ (શ્રીકાંત)
રણદીપ હુડ્ડા (સ્વતંત્ર્ય વીર સાવરકર)
સ્પર્શ શ્રીવાસ્તવ (લાપતા લેડીઝ)
મુખ્ય ભૂમિકામાં બેસ્ટ ઍકટર (ફિમેલ)
આલિયા ભટ્ટ (જીગરા)
કરીના કપૂર ખાન (ક્રુ)
કૃતિ સેનન (તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા)
શ્રદ્ધા કપૂર (સ્ત્રી 2)
તબુ (ક્રુ)
યામી ગૌતમ (આર્ટીકલ 370)
શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટીક્સ`)
આલિયા ભટ્ટ (જીગરા)
કરીના કપૂર ખાન (ધ બકિંગહામ મર્ડર્સ)
નિતાંશી ગોયલ (લાપતા લેડીઝ)
પ્રતિભા રાંતા (લાપતા લેડીઝ)
વિદ્યા બાલન (દો ઔર દો પ્યાર)
બેસ્ટ સપોર્ટિંગ ઍકટર (મેલ)
પંકજ ત્રિપાઠી (સ્ત્રી 2)
પરેશ રાવલ (સરફિરા)
આર માધવન (શૈતાન)
રાઘવ જુયાલ (કિલ)
રવિ કિશન (લાપતા લેડીઝ)
બેસ્ટ સપોર્ટિંગ ઍકટર (ફિમેલ)
અહિલ્યા બમરૂ (આઈ વોન્ટ ટુ ટૉક)
છાયા કદમ (લાપતા લેડીઝ)
જાનકી બોડીવાલા (શૈતાન)
માધુરી દીક્ષિત (ભૂલ ભુલૈયા 3)
પ્રિયમણિ (આર્ટીકલ 370)
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)
અરિજિત સિંહ (સજની-લાપતા લેડીઝ)
જાવેદ અલી (મેદાન)
કરણ ઔજલા (તૌબા તૌબા- બૅડ ન્યૂઝ)
પવન સિંહ (આયી નહીં- સ્ત્રી 2)
સોનુ નિગમ (મેરે ઢોલના- ભુલ ભુલૈયા 3)
બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ)
અનુમિતા નાદેસન (તેનુ સંગ રખના – જીગરા)
મધુબંતી બાગચિ (આજ કી રાત- સ્ત્રી 2)
રેખા ભારદ્વાજ (નિકટ- કિલ)
શિલ્પા રાવ (ઇશ્ક જૈસા કુછ- ફાઇટર)
શ્રેયા ઘોષાલ (ધીમે ધીમે- લાપતા લેડીઝ)
બેસ્ટ સ્ટોરી
આકાશ કૌશિક (ભૂલ ભુલૈયા 3)
આદિત્ય ધર અને મોનલ ઠાકર (આર્ટીકલ 370)
નિખિલ નાગેશ ભટ (કિલ)
નિરેન ભટ્ટ (સ્ત્રી 2)
પ્રતીક વત્સ, શુભમ અને દિબાકર બેનર્જી (લવ સેક્સ ઔર ધોખા 2)
બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર
આદિત્ય સુહાસ જાંભળે (આર્ટીકલ 370)
અમિત જોષી અને આરાધના સાહ (તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા)
કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ)
રણદીપ હુડ્ડા (સ્વાતંત્ર્ય વીર સાવરકર)
શિરશા ગુહા ઠાકુરતા (દો ઔર દો પ્યાર)
વરુણ ગ્રોવર (ઓલ ઈન્ડિયા રેન્ક)
બેસ્ટ ડેબ્યૂ (મેલ)
અભિનવ સિંહ (લવ સેક્સ ઔર ધોખા 2)
ગુરુ રંધાવા (કુછ ખટ્ટા હો જાય)
જીબ્રાન ખાન (ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ)
ક્ષિતિજ ચૌહાણ (વેદ)
લક્ષ્ય (કિલ)
સ્પર્શ શ્રીવાસ્તવ (લાપતા લેડીઝ)
બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ)
અહિલ્યા બમરૂ (આઈ વોન્ટ ટુ ટૉક)
અંજની ધવન (બિન્ની એન્ડ ફેમેલી)
ધ્વની ભાનુશાલી (કહાં શુરુ કહાં ખતમ)
નિતાંશી ગોયલ (લાપતા લેડીઝ)
પશ્મિના રોશન (ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ)
પ્રતિભા રાંતા (લાપતા લેડીઝ)