Nothing Phone 3 પર ₹5,000 સુધીનો વિશાળ ડિસ્કાઉન્ટ

Roshani Thakkar
3 Min Read

Nothing Phone 3 નો સેલ આજથી શરૂ

Nothing Phone 3: નથિંગ ફોન 3 સ્માર્ટફોન અને હેડફોન 1 નું વેચાણ આજે બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. ફોનમાં સ્નેપડ્રેગન 8s જન 4 ચિપસેટ અને નવું ગ્લિફ મેટ્રિક્સ ડિઝાઇન આપવામાં આવ્યું છે. ફ્લિપકાર્ટ પર ICICI અને IDFC ફર્સ્ટ બેંકના કાર્ડથી ખરીદી કરવાથી 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને એક્સચેન્જ ઓફર હેઠળ 12,000 રૂપિયાં સુધીનો બોનસ મળશે. હેડફોન 1 પર પહેલી સેલમાં 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

Nothing Phone 3: નથિંગ ફોન 3 સ્માર્ટફોનની સેલ આજથી શરૂ થવા જ રહી છે. સાથે જ કંપનીનો પહેલો હેડફોન Headphone 1 પણ આજેથી ખરીદી શકાય છે. નથિંગ કંપનીએ નથિંગ ફોન 3 સ્માર્ટફોનને Qualcomm ના Snapdragon 8s Gen 4 ચિપસેટ અને નવા Glyph Matrix ડિઝાઇન સાથે રજૂ કર્યો છે. અગાઉ નથિંગના સ્માર્ટફોનમાં કંપની Glyph Interface આપતી હતી. અહીં અમે તમને નથિંગના તાજા સ્માર્ટફોન અને હેડફોનની કિંમત અને ઓફર્સ વિશે માહિતી આપી રહ્યા છીએ.

Nothing Phone 3

Nothing Phone 3 અને Headphone 1 : વેચાણની વિગતો
Nothing Phone 3 અને Nothing Headphone 1 ની સેલ 15 જુલાઇ બપોરે 12 વાગ્યાથી શરૂ થઇ ગઈ છે. આ બંને ડિવાઇસ Flipkart, Flipkart Minutes, Vijay Sales, Croma અને અન્ય મુખ્ય રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.

Nothing Phone 3 નો બેઝ વેરિયન્ટ 12 જીબી રેમ સાથે 79,999 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યારે ટોપ વેરિયન્ટ 16 જીબી રેમ સાથે 89,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ફોન બે કલર ઓપ્શન – બ્લેક અને વ્હાઈટમાં ખરીદી શકાય છે.

Nothing Headphone 1 કંપનીએ 21,990 રૂપિયાની કિંમતમાં લોન્ચ કર્યું છે. આ હેડફોન પણ બ્લેક અને વ્હાઈટ કલર ઓપ્શન સાથે વેચાણ માટે ઉપલબ્ધ છે.

Nothing Phone 3

Nothing Phone 3 અને Headphone 1 : ઓફર્સ
Nothing Phone 3ને ઑનલાઇન શોપિંગ પ્લેટફોર્મ Flipkart પરથી ખરીદતા ICICI બેંક અને IDFC First બેંક કાર્ડ પર 5000 રૂપિયાનું તાત્કાલિક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ, કંપની જૂનો ફોન એક્સચેન્જ કરતા 12,000 રૂપિયાનો એક્સચેન્જ બોનસ પણ ઓફર કરી રહી છે. જોકે, જૂના ફોનની કિંમત તેની સ્થિતિ અને મોડલ પર આધાર રાખે છે.

તે સિવાય, આ ફોન પર હાલમાં નો-કોસ્ટ ઇએમઆઈ પણ ઓફર કરવામાં આવી રહી છે. અલગ-અલગ બેંકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 3333 રૂપિયાનું ઇએમઆઈ પેટે ખરીદી શકાય છે.

નથિંગ હેડફોન 1 ની પહેલી સેલમાં કંપની 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. Nothing Headphone 1 ને 19,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

Share This Article