શું NRI વારસામાં મળેલી ખેતીની જમીન અન્ય કોઈ NRI ને વેચી શકે?

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
6 Min Read

શું NRI વારસામાં મળેલી પ્રોપર્ટી પર ટેક્સ ભરવાથી બચી શકે? જાણો RBI અને FEMAના કડક નિયમો!

જ્યારે કોઈ ભારતીય નાગરિક નોકરી, લગ્ન કે અભ્યાસ જેવા કારણોસર વિદેશ જાય છે, ત્યારે ભારતમાં તેની સંપત્તિ મેળવવાનો કે વારસામાં હક મેળવવાનો અધિકાર છીનવાઈ જતો નથી. વિદેશ ગયા પછી પણ ભારતમાં પ્રોપર્ટી કે વારસો મેળવવાના નિયમો ખૂબ જ સ્પષ્ટ છે. જો કે, આ નિયમો સ્થાવર મિલકત (જેમ કે જમીન, મકાન કે રિયલ એસ્ટેટ) અને ચિલકત (જેમ કે બેંક ખાતા, શેર અને જ્વેલરી) માટે અલગ-અલગ હોઈ શકે છે. વિદેશમાં વસતા ભારતીયો (NRI) જ્યારે ભારતમાં ખેતીની જમીન વારસામાં મેળવે છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે તેઓ આ જમીનનું ભવિષ્યમાં શું કરી શકે છે—ખાસ કરીને જ્યારે તેને વેચવાની કે ટ્રાન્સફર કરવાની વાત આવે.

Property.jpg

- Advertisement -

વડવાઓની (Ancestral) અને સ્વ-કમાણી (Self-acquired) પ્રોપર્ટી વચ્ચેનો તફાવત

જો કોઈ એનઆરઆઈ ભારતમાં સ્થાવર મિલકત (જેમ કે કોઈ સોસાયટીમાં ફ્લેટ) વારસામાં મેળવે છે, તો માલિકી હક્ક તબદીલ કરવાની પ્રક્રિયા એ વાત પર નિર્ભર કરે છે કે પ્રોપર્ટી સ્વ-કમાણીથી બનેલી છે કે પછી તે વડવાઓની પૈતૃક સંપત્તિ છે.

સ્વ-કમાણીવાળી પ્રોપર્ટી સામાન્ય રીતે એક માન્ય વસિયતનામું (Will) બનાવીને અન્યના નામે ટ્રાન્સફર કરી શકાય છે. બીજી બાજુ, પૈતૃક (એન્સેસ્ટ્રલ) પ્રોપર્ટી પર દેશના ઉત્તરાધિકાર કાયદાઓ લાગુ પડે છે, જે ઘણીવાર ધાર્મિક માન્યતાઓ અને સ્થાનિક રીતિ-રિવાજોથી પ્રભાવિત હોઈ શકે છે. કર સલાહકાર કંપની ટેક્સટુવિન (Tax2win) ના રિપોર્ટ મુજબ, એનઆરઆઈ અન્ય ભારતીય નાગરિકોની જેમ જ ભારતમાં વિવિધ પ્રકારની સ્થાવર મિલકતો વારસામાં મેળવવાનો કાનૂની અધિકાર ધરાવે છે. આમાં રહેણાંક મિલકતો, વ્યાપારી (કમર્શિયલ) પ્રોપર્ટીઝ, ખેતીની જમીન અને ફાર્મહાઉસનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -

ખેતીની જમીન માટે એનઆરઆઈ વારસાના ખાસ નિયમો

ભારતીય કાયદા મુજબ, એનઆરઆઈને સીધી રીતે ભારતમાં ખેતીની જમીન ખરીદવાની મંજૂરી નથી. જો કે, તેઓ પોતાના માતા-પિતા કે પરિવારના અન્ય સભ્યો પાસેથી (વસિયતનામા દ્વારા કે અન્ય ઉત્તરાધિકારના આધારે) ખેતીની જમીન વારસામાં મેળવી શકે છે.

પરંતુ અહીં એક મોટો નિયમ અને શરત લાગુ પડે છે: એકવાર કોઈ એનઆરઆઈને ખેતીની જમીન વારસામાં મળી જાય, તો તેઓ તે જમીન માત્ર અને માત્ર ભારતમાં જ રહેતા નિવાસી (Resident Indian) વ્યક્તિને જ વેચી શકે છે. તેનો સ્પષ્ટ અર્થ એ થાય કે કોઈ એનઆરઆઈ અન્ય કોઈ એનઆરઆઈને વારસામાં મળેલી ખેતીની જમીન વેચી શકતો નથી.

પ્રોપર્ટીના વારસા અને તેના હસ્તાંતરણ અંગેના આ તમામ નિયમો ‘ફેમા’ (Foreign Exchange Management Act – FEMA) અને ‘ફેમા એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ ઇમૂવેબલ પ્રોપર્ટી ઇન ઇન્ડિયા રેગ્યુલેશન્સ, 2018’ હેઠળ નિયંત્રિત થાય છે.

- Advertisement -

ભારતમાં પ્રોપર્ટી વારસામાં મેળવવા પર ટેક્સની જોગવાઈ

ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે શું વારસામાં મિલકત મેળવવા પર કોઈ ટેક્સ ભરવો પડે છે? ખુશીની વાત એ છે કે કોઈ એનઆરઆઈને વારસામાં મિલકત મળવા પર ભારત સરકાર દ્વારા કોઈ ટેક્સ વસૂલવામાં આવતો નથી. એટલે કે, ઇનહેરીટન્સ પર કોઈ ટેક્સ લાગતો નથી.

પરંતુ, હા! જો તે પ્રોપર્ટીમાંથી ભવિષ્યમાં કોઈ આવક થાય, જેમ કે ભાડાની આવક (Rental Income), તો તે નાણાકીય વર્ષ દરમિયાન લાગુ પડતા નિયમો મુજબ કરપાત્ર (Taxable) બને છે.

Property.1.jpg

પ્રોપર્ટી વેચાણની રકમ વિદેશ મોકલવી (Repatriation) અને તેના નિયમો

ધારો કે કોઈ એનઆરઆઈ વારસામાં મળેલી પ્રોપર્ટી તેના મળ્યાના થોડા વર્ષો પછી વેચી દે છે, તો શું તે વેચાણના નાણાં પોતાના વિદેશી બેંક ખાતામાં મોકલી શકે છે? આ પ્રક્રિયાને ‘રેપેટ્રિએશન’ કહેવામાં આવે છે.

જે વ્યક્તિ ભારતમાં રહેતી હતી અને પાછળથી વિદેશી નાગરિક બની ગઈ અથવા જેણે વારસામાં સ્થાવર મિલકત મેળવી છે, તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની પૂર્વ મંજૂરી વિના વેચાણના નાણાં વિદેશ મોકલી શકતી નથી, જો તે અમુક ચોક્કસ નિયમોમાં ન બેસતી હોય.

જો કે, આરબીઆઈના નિયમો મુજબ, એક નાણાકીય વર્ષમાં ૧ મિલિયન યુએસ ડોલર ($1 Million) સુધીની રકમ કોઈ પણ પૂર્વ આરબીઆઈ મંજૂરી વગર વિદેશ મોકલી શકાય છે, શરત એ છે કે પ્રોપર્ટી નીચે મુજબના સંજોગોમાં મેળવેલી હોવી જોઈએ:

  • ભારતમાં રહેતા કોઈ નિવાસી વ્યક્તિ પાસેથી વારસામાં મળી હોય.

  • ભારતમાં નિવૃત્ત થયેલ વ્યક્તિ પાસેથી મેળવી હોય.

  • ભારતમાં રહેતા જીવનસાથી (Spouse) કે જેને પ્રોપર્ટી વારસામાં મળી હોય, તેના દ્વારા પ્રાપ્ત થઈ હોય.

$1 મિલિયનથી વધુ રકમ વિદેશ મોકલવાની પ્રક્રિયા

જો કોઈ નાણાકીય વર્ષમાં વેચાણના નાણાં $1 મિલિયન ડોલરની મર્યાદાને વટાવી જાય, તો આરબીઆઈની અગાઉથી ફરજિયાત મંજૂરી લેવી પડે છે. રકમ ગમે તેટલી હોય, વિદેશી બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતી વખતે નીચેની શતોનું પાલન કરવું અનિવાર્ય છે:

  1. એનઆરઆઈએ ખાતરી કરવી પડશે કે પ્રોપર્ટી ‘ફેમા’ (FEMA) ની જોગવાઈઓનું પાલન કરીને જ મેળવવામાં આવી હતી.

  2. પ્રોપર્ટી ખરીદતી વખતે અથવા હસ્તગત કરતી વખતે કરવામાં આવેલ પેમેન્ટ માન્ય પદ્ધતિઓ દ્વારા જ થયેલું હોવું જોઈએ.

  3. રહેણાંક મિલકતો (Residential Properties) ના કિસ્સામાં, એક એનઆરઆઈ મહત્તમ બે પ્રોપર્ટીઝના વેચાણના નાણાં જ વિદેશ રિપેટ્રિએટ કરી શકે છે.

આ સમગ્ર પ્રક્રિયાને કાયદેસર રીતે પૂર્ણ કરવા માટે એનઆરઆઈએ Form 15CA અને Form 15CB સબમિટ કરવા પડે છે. ખાસ કરીને ફોર્મ 15CB ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) દ્વારા તૈયાર કરીને સહી કરી રજૂ કરવાનું રહે છે, જેથી કર સંબંધી તમામ પ્રક્રિયા પારદર્શક રહે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.