ન્યૂડ શેડ્સ બન્યા સૌથી વધુ પસંદગીના રંગ
સુરત શહેરના યુવા વર્ગમાં ફેશન અને સુંદરતા પ્રત્યે વધતી જતી જાગૃતિએ નેઇલ આર્ટની દુનિયામાં નવી લહેર જગાવી છે. ફક્ત કપડાં કે મેકઅપ જ નહીં, હવે નખોની શોભા વધારવાના નવા ટ્રેન્ડ્સ પણ શહેરની યુવતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
નેચરલ ટોનવાળા નખોની માંગ વધી
અત્યારે ન્યૂડ ટોનના નેઇલ શેડ્સ ખૂબ જ લોકપ્રિય બનેલા છે. ન્યૂડ પિંક, પીચ, બેજ અને બ્રાઉન જેવા નેચરલ રંગો યુવતીઓમાં ખૂબ પસંદ થઈ રહ્યા છે. આ શેડ્સ દરેક પ્રકારના પરિધાનો સાથે સરળતાથી મેળ ખાતા હોય છે અને એથી લુક વધુ ક્લાસી અને સોફિસ્ટિકેટેડ લાગે છે.
ફેશન સાથે વ્યક્તિત્વની અભિવ્યક્તિ
આજની યુવતીઓ માટે નેઇલ આર્ટ ફક્ત દેખાવનો મુદ્દો નહીં રહ્યો, પરંતુ તે પોતાના વ્યક્તિત્વ અને પસંદગીઓ વ્યક્ત કરવાનો એક અનોખો માધ્યમ બની ગયો છે. કેટઆઈ નેઇલ્સ, ક્રોમ નેઇલ્સ અને ક્લાસિક ફ્રેન્ચ નેઇલ્સ જેવાં વિવિધ સ્ટાઇલ્સનું ચર્ચામાં રહેવું તેનું સાબિતી છે.
એવિલ આઈ થીમ: ડિઝાઇન સાથે ઊંડો અર્થ
સુરતમાં ફેશન અને પરંપરાનું અનોખું સંયોજન જોવા મળે છે. એવિલ આઈ જેવી થીમ્સ ફક્ત ડિઝાઇન નથી, પરંતુ નેગેટિવ ઊર્જાથી બચાવવાના વિશ્વાસ સાથે પણ સંકળાયેલી છે. આ નેઇલ ડિઝાઇનમાં સફેદ અને નિલા રંગથી આંખ જેવો આકાર ઊપસાવવામાં આવે છે.
ગ્રાહકો છે ભવ્ય નેઇલ આર્ટ માટે ખર્ચવા તૈયાર
સલૂન માલિકોના કહેવા મુજબ, કસ્ટમ ડિઝાઇન, જેલ નેઇલ્સ અને થ્રીડી આર્ટ માટે ગ્રાહકો ખુશીથી રૂપિયા 1,000 થી 2,500 સુધી ખર્ચવા તૈયાર છે. ખાસ કરીને ન્યૂડ નેઇલ શેડ્સ માટે સુરતની મહિલાઓ વચ્ચે ભારે ડિમાન્ડ જોવા મળે છે.