નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આતલીયા ગામે ગેરકાયદે બહુમાળી બિલ્ડીંગના ગેરકાયદે બાંધકામ પ્રકરણે અધિકારીઓની કાગળિયા રમત
- ગ્રામ પંચાયતના તલાટી સરપંચ સહિત સભ્યો આણી મંડળીઓ ને લાભ કરાવવા માટે અધૂરા બાંધકામવાળી દુકાનોની આકારની કરી દીધી.
138 દુકાનો બનાવવામાં આવી છે અને જેની આકારણી કરવામાં આવી છે પ્રત્યેક દુકાનની કિંમત આશરે રૂ 50 લાખ જેટલી હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા તેની માત્ર રૂ 2.60 લાખ જેટલી કિંમત આંકી ₹ 1300 રૂપિયા જેટલો વેરો આંકવામાં આવ્યો છે
આ મંડળી એ વેરો ઓછો આંકી સરકારની તિજોરી ને વર્ષે દહાડે રૂપિયા 30 થી 35 લાખનું નુકસાન પહોંચાડ્યું છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આતલીયા ગામની સર્વે નંબર 248 વાળી બિનખેતીની જમીનમાં બની રહેલા બિલ્ડિંગમાં બિલ્ડરે મંજૂર થયેલા નકશા પ્લાન્ટ સહિત સરકારના તમામ નીતિ નિયમો નેવે મૂકી બાંધકામ કરી રહ્યા છે આ બિલ્ડિંગમાં 138 દુકાનો બનાવવામાં આવી છે જેમાં સરપંચ તલાટી આણી મંડળી બિલ્ડરને લાભ અપાવવા માટે ઓછી આકારણી કરી છે અને સરકારી તિજોરી ને દર વર્ષે ₹ 30 થી 35 લાખ જેટલો નુકસાન પહોંચાડી રહ્યા હોવાની અરજદારે સંબંધિત વિભાગમાં રજૂઆત કરી હતી અને ઠરાવ કરનાર તલાટી સરપંચ અને સભ્યો વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ સસ્પેન્ડ કરી કાયદેસરની માંગ કરી હતી પરંતુ કાગડિયા કાર્યવાહી ચાલી રહી છે આ પ્રકરણ અરજદાર મનીષકુમાર રાઠોડ કચરો યોજાયેલી હાથલીયા ગ્રામ પંચાયત ગ્રામસભામાં રજૂઆત કરતા ગ્રામ સભામાં મારવામાં આવ્યો હતો સારવાર અર્થે હોસ્પિટલ માં દાખલ કર્યા હતા જે અંગે સ્થાનિક પોલીસ મથકમાં અરજદારે ફરિયાદ દાખલ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના માતરીયા ગામે
આવેલ નવો બ્લોક નંબર 248 અને જુનો બ્લોક નંબર 146 વાળી જમીન ગજાનન ડેવલપર્સ નામની ભાગીદારી પેઢીના ભાગીદારો ઉદય કુમાર કર્ણ ઉદય કુમાર દેસાઈ વગેરેના સંયુક્ત ચાલી આવેલ છે કલેક્ટર નવસારીના હુકમથી બિનખેતી બહુ હેતુ ઉપયોગ થયેલ છે તથા નગર નિયોજક નવસારી ના પત્રથી વાણિજ્ય મર્કન્ટાઇલ એક તથા ડેવલપિંગ ૩ ના બિનખેતી હેતુ માટેના રિવાઇસ લે આઉટ પ્લાન્ટ ની પ્રવેધિક ચકાસણી કરી મંજૂર કરવામાં આવ્યો હતો ત્યારબાદ કર્ણ ઉદય કુમાર દેસાઈ એ ગ્રામ પંચાયત પાસે બાંધકામની પરવાનગી માંગી હતી અને આતલીયાની ગ્રામસભામાં ઠરાવ કરી પરવાનગી આપવામાં આવી હતી જેમાં ગામ સરપંચ તલાટી સહિત અન્ય સભ્યોના મેળાપીપળામાં બિલ્ડર દ્વારા થર્ડ પર પાર્કિંગની જગ્યા છોડવામાં આવી નથી તેમજ ડ્રેનેજ માટેની લાઈન ખાડકુવાને બદલે વરસાદી પાણીના નિકાલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ગટરમાં છોડવામાં આવી રહ્યું છે ઉપરાંત બાંધકામ વાળી જગ્યાએ B ટાઈપ બિલ્ડીંગની બાજુમાં ટોયલેટના ગંદા પાણીના નિકાલ માટે અંડર ગ્રાઉન્ડ ખાળકવાનું બાંધકામ કરેલ છે અને વરસાદી પાણીના નિકાલ માટે ચીખલી બીલીમોરા રોડની બાજુમાં આવેલ પાકિસ્તાનમાં માર્ગ મકાન વિભાગની હદમાં જોડાણ કરી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
ગજાનંદ ડેવલોપર્સ ના ભાગીદાર કર્ણ ઉદય કુમાર દેસાઈ ને મળેલી બાંધકામ પરવાનગી
વિરોધ સહિત તમામ શરતોનો બંધ કરી બાંધકામ કરી રહ્યા ના આક્ષેપો કર્યા છે અને શરદ ભંગ ની કાર્યવાહી કરવા માંગ કરી છે વધુમાં આતલીયા ગામની સર્વે નંબર 248 વાળી બિનખેદી જમીનમાં બની રહેલ કોમર્શિયલ બિલ્ડીંગના બિલ્ડર દ્વારા તારીખ 28 4 2025 ના રોજ બાંધકામ કમ્પ્લીસન સર્ટિફિકેટ રજુ કરવામાં આવ્યું હતું અને તારીખ 28 5 2025 ના રોજ મળેલી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં આ બિલ્ડીંગની 138 દુકાનોની આકારણી કરવામાં આવી હતી અહીં પ્રત્યેક દુકાનોની કિંમત આશરે રૂપિયા 50 લાખ જેટલી હોવા છતાં મિલીભગતમાં ગ્રામ પંચાયત દ્વારા તેની માત્ર રૂપિયા 2.60 લાખ જેટલી આંગીને ફક્ત 1300 રૂપિયા વેરો આંકવામાં આવ્યો હતો જ્યારે ગામોના સરકારી આવાસ નો વેરો ₹900 છે અહીં ઉલ્લેખનીય છે કે 28 5 2025 ના રોજ ગ્રામ પંચાયત તલાટી સરપંચ અને સભ્યો આણી મંડળી એ જે દુકાનો બની જ નથી અને સ્થળ પર અધુરા બાંધકામવાળી દુકાનોની આકારની કરી દેવામાં આવી છે.
આ મંડળી એ સ્થળ તપાસ કર્યા વગર બંધ બારણે બિલ્ડરને લાભ અપાવવા કરી હોવાના આક્ષેપ કરાયા છે
વધુમાં મિલીભગતમાં કરવામાં આવેલ આકારણી સરકારી તિજોરીને વર્ષે દહાડે અંદાજે રૂપિયા 30 થી 35 લાખ આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે આ ગેરકાયદે અને એક મિનિટના મેળાપીપળામાં ચાલતી નીતિ અંગે મનીષકુમાર રાઠોડ એ સંબંધિત વિભાગમાં રજૂઆતો કરી છે વિભાગો દ્વારા માત્ર કાગળિયા રમત ચાલી રહી છે આ ગેરકાયદે પ્રકરણ અંગે અરજદાર મનીષકુમાર રાઠોડ એ તારીખ 3 9 2025 ના મળેલી ગ્રામસભામાં રજૂઆત કરી હતી ત્યારે સભામાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો કેટલાક માથાભારે ઈસમો દ્વારા સભામાં રજૂઆત કરતા મનીષકુમાર રાઠોડને માર માર્યો હતો આથી ગંભીર ઈજા પહોંચતા અરજદારે સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
અરજદારે સ્થાનિક પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે શું ગેરકાયદે બાંધકામ પ્રકરણએ અરજદારને ન્યાય મળશે કે કેમ એની રાહ જોવી રહી