Online Learning License Gujarat : હવે ઘરે બેઠા મેળવો લર્નિંગ લાયસન્સ: સરકારે સુવિધા શરૂ કરી

Arati Parmar
1 Min Read

Online Learning License Gujarat : ઓનલાઇન પરીક્ષાથી સરળ લાયસન્સ પ્રક્રિયા

Online Learning License Gujarat : ગુજરાત રાજ્ય સરકારે 7 જુલાઈ 2025થી લર્નિંગ લાયસન્સ મેળવવાની ઓનલાઇન સુવિધા શરૂ કરી છે. હવે અરજદારોને RTO કચેરી જવાની જરૂર નહી પડે, ઘરે બેઠા ટેસ્ટ આપી લાઇસન્સ મેળવી શકાશે.

આધાર ઓથેન્ટિકેશન અને ઈ-કેવાયસી ફરજિયાત

આ નવી યોજના હેઠળ અરજદારને તેમના આધાર કાર્ડથી ઓથેન્ટિકેશન કરવું પડશે. સાથે જ ઈ-કેવાયસી, સરનામું પુરાવા અને અન્ય દસ્તાવેજોની જરૂર પડશે. જો કોઈ પાસે આધાર ઓથેન્ટિકેશન ઉપલબ્ધ ન હોય તો તેઓ નિકટતમ RTO કે પોલિટેકનિક કેન્દ્ર જઈ શકશે.

Online Learning License Gujarat

કેવી રીતે કરશો અરજી?

NICની વેબસાઈટ પર જઇને ઓનલાઇન ફોર્મ ભરો

આધાર નંબર, સરનામું, જરૂરિયાત મુજબ દસ્તાવેજો અપલોડ કરો

ઓનલાઈન ફી ભર્યા બાદ “Smart Lok” એપ દ્વારા ટ્યુટોરીયલ જુઓ

7 દિવસની અંદર Online Test આપો

Online Learning License Gujarat

પાસ થતાં જ લાયસન્સ આપના ઘરે

જેમજ અરજદાર Online Test પાસ કરે, તેમજ લર્નિંગ લાયસન્સ ઘેર પહોંચાડવામાં આવશે. આ નવી રીત અરજદારોનો સમય બચાવે છે અને આખી પ્રક્રિયા વધુ સુવિધાજનક બની છે.

દરરોજની માગ અને અસર

રાજકોટ RTO મુજબ દર વર્ષે 40,000થી 50,000 લર્નિંગ લાયસન્સ જાહેર થાય છે. હવે Online Learning License Gujarat યોજના હેઠળ આ બધા અરજદારો ઘેરબેઠા પરીક્ષા આપી શકશે, જેનાથી સંસ્થાઓ પરનો ભાર પણ ઘટશે.

Share This Article