Orchid Heaven Fire: ઓર્ચિડ હેવનમાં આગ, કોઈ જાનહાનિ નહીં

Arati Parmar
2 Min Read

Orchid Heaven Fire: આગથી ઓર્ચિડ હેવનમાં ભયનો માહોલ, ફાયર સિસ્ટમથી ટળી મોટી દુર્ઘટના

Orchid Heaven Fire: અમદાવાદના એસપી રિંગ રોડ નજીક આવેલી એપલવૂડ ટાઉનશીપમાં આવેલ ઓર્ચિડ હેવન બિલ્ડિંગના 14મા માળે આજે સવારે અચાનક આગ લાગતા રહેવાસીઓમાં ખળભળાટ મચી ગયો. આગ મકાનના બેડરૂમમાં આવેલા AC યુનિટમાંથી ફાટી નીકળી હતી.

ફાયર બ્રિગેડની ઝડપી કામગીરી અને બિલ્ડિંગની ફાયર સિસ્ટમથી બચાવ

આ ઘટના અંગે તરત જ ફાયર વિભાગને જાણ કરાતા ફાયરબ્રિગેડની 8 ગાડીઓ અને બે ઉચ્ચ અધિકારીઓ તરત ઘટના સ્થળે રવાના થયા હતા. જોકે સદનસીબે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સિસ્ટમ કાર્યરત હોવાથી આગ પર સ્થાનિક સ્તરે જ ઝડપી કાબૂ મેળવી લેવાયો હતો. ફાયર બ્રિગેડના અધિકારીઓએ પણ પહોંચી ને સમગ્ર ઘટના સ્થળને સુરક્ષિત બનાવ્યું.

કોઈ જાનહાનિ નહીં, રહેવાસીઓએ સમયસર બહાર નીકળતા મોટી દુર્ઘટના ટળી

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. એસીમાંથી ધૂમાડો આવતા લોકોએ તાત્કાલિક મકાન ખાલી કરી દીધું હતું. ફાયર કર્મચારીઓએ આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લીધી હતી અને વિસ્તારને સુરક્ષિત જાહેર કર્યો હતો.

Orchid Heaven Fire

આગ બાદ સોસાયટીમાં દોડધામ અને ભીડ

આકસ્મિક આગના સમાચાર સાંભળીને ટાઉનશીપના અન્ય રહેવાસીઓ પણ બહાર નીકળી આવ્યા હતા. આગની ઘટના હોય ત્યારે કેટલી જલદી કામગીરી થાય તે કેટલી મોટી દુર્ઘટના અટકાવી શકે તેનો આ ઘટનામાં નમૂનો મળ્યો.

અત્રે ધ્યાન રાખવું જરૂરી: અગાઉ પણ આવી ઘટના બની હતી

કેટલાક મહિનાઓ અગાઉ ઈન્દિરા બ્રિજ નજીક આવેલી આત્રેય ઓર્ચિડ સોસાયટીમાં પણ આગ લાગી હતી..ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકો પાંચમા માળથી છલાંગ લગાવવાની નોબત આવી હતી. તેથી, હાલની ઘટનાઓ ફરીથી હોમ સેફ્ટી પર સવાલ ઊભા કરે છે.

આ ઘટનાએ ફરી એકવાર દ્રઢ રીતે બતાવી દીધું છે કે ફાયર સેફ્ટી અને સમયસર રિસ્પોન્સ કેટલો મહત્વનો છે. રહેવાસીઓએ પણ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેનું ધ્યાન રાખવું જોઇએ, ખાસ કરીને જ્યારે ઘર અથવા ઓફિસમાં ઊંચા માળે AC unit લગાવવામાં આવેલ હોય…

Share This Article