પર્યાવરણને અનુકૂળ ખેતીને સરકારનું પ્રોત્સાહન
ઓર્ગેનિક ખેતી માટે દેશભરમાં બે મહત્વપૂર્ણ યોજના અમલમાં છે – પરંપરાગત કૃષિ વિકાસ યોજના (પી.કે.વી.વાય.) અને ઉત્તર પૂર્વીય પ્રદેશ માટે ખાસ યોજના “મિશન ઓર્ગેનિક મૂલ્ય સાંકળ વિકાસ યોજના”. બંને યોજનાઓ ખેડૂતોને ખેતીથી માંડીને ઉત્પાદન વેચાણ સુધી સહાય આપે છે.
ઓર્ગેનિક ખેતી માટે જૂથ બનાવાય છે
આ યોજનાઓ હેઠળ ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોને લાભ આપવાનો ઉદ્દેશ છે. ખેતી કુદરતી સાધનો પર આધારિત હોવી જોઈએ અને તેને ટકાઉ બનાવવી એ મુખ્ય દિશા છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા તેનો અમલ થાય છે.
પી.કે.વી.વાય. યોજના હેઠળ મળતી સહાય
ત્રણ વર્ષ માટે પ્રતિ હેક્ટર કુલ સહાય રૂ. ૩૧,૫૦૦
સીધા ખાતામાં ઓર્ગેનિક ખાતર માટે રૂ. ૧૫,૦૦૦
માર્કેટિંગ, પેકિંગ અને બ્રાન્ડ માટે રૂ. ૪,૫૦૦
પ્રમાણપત્ર અને અવશેષ પરીક્ષણ માટે રૂ. ૩,૦૦૦
તાલીમ અને જાગૃતિ માટે રૂ. ૯,૦૦૦
ઉત્તર પૂર્વ માટે વિશેષ યોજના
મિશન ઓર્ગેનિક મૂલ્ય સાંકળ વિકાસ યોજના અંતર્ગત ખેડૂતોને ત્રણ વર્ષ માટે કુલ રૂ. ૪૬,૫૦૦ સુધી સહાય મળે છે, જેમાં:
ઓર્ગેનિક ખાતર અને રસાયણો માટે રૂ. ૩૨,૫૦૦
માર્કેટિંગ માટે રૂ. ૪,૦૦૦
તાલીમ અને વ્યવસ્થાપન માટે રૂ. ૧૦,૦૦૦
બંને યોજનામાં ૨ હેક્ટર સુધી જમીન ધરાવનારા ખેડૂતો લાભ લઈ શકે છે.
પાક વીમા યોજના પણ ઉપલબ્ધ
પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને હવામાન આધારિત પાક વીમા યોજના પણ ઉપલબ્ધ છે. તેમાં પાક નુકસાની માટે વળતર આપવામાં આવે છે. કેટલીક યોજનાઓના આધાર પર ખેડૂતોને નુકસાની વિમો મળે છે, જે પાક કાપવાના ડેટા અથવા હવામાનના આંકડા પર આધારિત હોય છે.
બજાર સાથે જોડાણ માટે પ્રયત્ન
ખેડૂતોને વેચાણ માટે માર્કેટ સાથે જોડવા માટે સરકાર પ્રદર્શન, બેઠકો અને સેમિનારોનું આયોજન કરે છે. તેમની ઉત્પાદિત વસ્તુઓ સામૂહિક વિક્રય મંચો, મોબાઇલ એપ્લિકેશન, અને પંચાયત આધારિત વ્યવસ્થાઓ દ્વારા વેચી શકાય છે.