Paddy Cultivation: ભારે વરસાદથી ખેડૂતોએ ખેતીના કામે ઝંપલાવ્યું
Paddy Cultivation: રાજ્યમાં પડેલા પ્રથમ વરસાદે ખેડૂતના મનમાં નવી આશા જગાવી છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લાના સાણંદ, ધોળકા, દસ્ક્રોઈ અને વિરમગામ તાલુકાઓમાં ચોમાસાની શરૂઆત સાથે Paddy Cultivation (ડાંગરની ખેતી)ને ઝડપ આપી છે. અનેક ખેડૂતો પહેલાના વરસાદમાં જ ખેતરમાં ઉતરી ગયા છે, જ્યારે કેટલાક હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈ આગળની વર્ષાની રાહ જોઈ રહ્યા છે.
90% ખેડૂતો ડાંગર ખેડે છે, પણ માત્ર 35%એ જ વાવેતર શરૂ કર્યું
જિલ્લાના લગભગ 90 ટકા ખેડૂત ચોમાસે ડાંગરની ખેતી કરે છે. જોકે અત્યાર સુધીમાં માત્ર 35 થી 40 ટકા ખેડૂતો જ વાવેતર શરૂ કરી શક્યા છે. બાકીના ખેડૂતો બીજ, ખાતર અને મજૂરીના ખર્ચમાં થયેલા વધારો તથા મર્યાદિત સિંચાઈની સુવિધાને લીધે સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.
મોંઘવારીનો માર: વાવેતર ખર્ચમાં 25%નો ઉછાળો
ગત વર્ષની સરખામણીમાં ખેડૂતો માટે આ વર્ષે Paddy Cultivation કરવું વધુ ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે. ખેડૂતોએ જણાવ્યું કે વિઘાપરનો ખર્ચ 2000 થી વધીને 5000 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ખાસ કરીને બિયારણ, ખાતર, દવાઓ અને ટ્રેક્ટર ખેડામણ જેવી આવશ્યક સામગ્રીમાં નોંધપાત્ર વધારો થયો છે. કેટલાક વિસ્તારોમાં તો વાવેતરનો કુલ ખર્ચ 7000 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
આ વખતે મોસમ ખેડૂતો માટે નિર્ણાયક સાબિત થઈ શકે
હાલમાં મોટા ભાગના ખેડૂતોએ જમીન તૈયાર રાખી છે અને વરસાદના બીજા ચક્રની રાહ જોઈ રહ્યા છે. જો સમયસર અને પૂરતો વરસાદ પડે, તો અમદાવાદ જિલ્લામાં Paddy Cultivationનું પ્રમાણ ઝડપથી વધશે. આ વર્ષે ડાંગર ઉત્પાદન માટે સિઝન ઘણી મહત્વની ગણાય છે, ખાસ કરીને ત્યારે જ્યારે ખર્ચ ઊંચો છે અને વરસાદ હજુ અપૂર્ણ છે.