T20 વર્લ્ડ કપ 2026: પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડનો વિજય રથ શરૂ, આ ટીમો હજુ પણ જીત માટે તરસી રહી છે

4 Min Read

ટી20 વર્લ્ડ કપ 2026: પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની શાનદાર જીત, કેટલીક ટીમો હજુ પણ પ્રથમ જીતની રાહમાં

ટી20 વર્લ્ડ કપ 2026 હવે ધીમે ધીમે રોમાંચક તબક્કામાં પ્રવેશી રહ્યો છે. 10 ફેબ્રુઆરીએ ટૂર્નામેન્ટમાં કુલ ત્રણ મુકાબલા રમાયા હતા અને ત્રણેય મેચોમાં દર્શકોને એકતરફી મુકાબલા જોવા મળ્યા. નેધરલેન્ડ્સ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનએ પોતાના-પોતાના મુકાબલામાં શાનદાર જીત મેળવી હતી. બીજી તરફ નમીબિયા, યુએઈ અને અમેરિકા જેવી ટીમો હજુ સુધી આ વર્લ્ડ કપમાં જીતનો સ્વાદ ચાખી શકી નથી.

હાલની સ્થિતિ પ્રમાણે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બંને ટીમોએ સતત બે મેચ જીતીને પોતાની દાવેદારી મજબૂત બનાવી છે.

- Advertisement -

નેધરલેન્ડ્સનો દમદાર પ્રદર્શન બાસ ડી લીડે બન્યા હીરો

દિવસની પ્રથમ મેચ નેધરલેન્ડ્સ અને નમીબિયા વચ્ચે રમાઈ હતી. ટોસ જીતીને નેધરલેન્ડ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. નમીબિયાએ પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટે 156 રન બનાવ્યા.

pak.jpg

- Advertisement -

નેધરલેન્ડ્સ તરફથી બાસ ડી લીડેએ શાનદાર બોલિંગ કરતાં 3 ઓવરમાં માત્ર 20 રન આપી 2 વિકેટ લીધી. લોગન વાન બીકે પણ અસરકારક બોલિંગ કરતાં 3 ઓવરમાં 13 રન આપી 2 વિકેટ ઝડપી.

લક્ષ્યનો પીછો કરતા નેધરલેન્ડ્સની ટીમે આત્મવિશ્વાસભર્યું પ્રદર્શન કર્યું. બાસ ડી લીડેએ અણનમ 72 રનની જબરદસ્ત ઇનિંગ રમી, જેમાં 48 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. તેમની આ ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે નેધરલેન્ડ્સે 18 ઓવરમાં 3 વિકેટે 159 રન બનાવી 7 વિકેટથી જીત મેળવી. બાસ ડી લીડેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.

ન્યૂઝીલેન્ડનો તોફાની ચેઝ 10 વિકેટે ભવ્ય જીત

બીજી મેચ ન્યૂઝીલેન્ડ અને યુએઈ વચ્ચે રમાઈ. યુએઈએ પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટે 173 રનનો લડાયક સ્કોર ઉભો કર્યો. ટીમના કેપ્ટન મહંમદ વસીમે અણનમ 66 રન બનાવ્યા, જ્યારે અલીશાહ શરફૂએ 55 રનની ઉપયોગી ઇનિંગ રમી.

- Advertisement -

173 રનનો લક્ષ્ય સામાન્ય રીતે મજબૂત ગણાય, પરંતુ ન્યૂઝીલેન્ડના ઓપનરો સામે આ લક્ષ્ય નાનું સાબિત થયું. ન્યૂઝીલેન્ડે માત્ર 15.2 ઓવરમાં જ 175 રન બનાવીને 10 વિકેટે મેચ જીતી લીધી.

સીફર્ટએ 42 બોલમાં અણનમ 89 રન બનાવ્યા, જેમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. જ્યારે એલને 50 બોલમાં 84 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગા હતા. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે સતત બીજી જીત નોંધાવી અને પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિ બનાવી.

પાકિસ્તાનનો બદલો પૂર્ણ અમેરિકા સામે 32 રનની જીત

દિવસની ત્રીજી અને છેલ્લી મેચ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે રમાઈ. પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 9 વિકેટે 190 રનનો મોટો સ્કોર ઉભો કર્યો. સાહિબઝાદા ફરહાને 73 રનની અર્ધસદી ફટકારી અને ટીમને મજબૂત શરૂઆત આપી. બબરે અને શાદાબે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

190 રનના લક્ષ્યનો પીછો કરતા અમેરિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 158 રન જ બનાવી શકી. પરિણામે પાકિસ્તાનએ 32 રને જીત મેળવી. આ જીત સાથે પાકિસ્તાને અગાઉના ટી20 વર્લ્ડ કપમાં અમેરિકાથી મળેલી હારનો બદલો પણ લીધો.આ જીત બાદ પાકિસ્તાન પોતાના ગ્રુપમાં ટોચ પર પહોંચી ગયું છે. બીજી તરફ અમેરિકાની ટીમ માટે હવે સેમિફાઈનલ સુધી પહોંચવાનો માર્ગ ખૂબ મુશ્કેલ બની ગયો છે.

pak11.jpg

હાલની પરિસ્થિતિ

હાલની પરિસ્થિતિ મુજબ નેધરલેન્ડ્સ, યુએઈ અને અમેરિકા હજુ પણ પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમો સતત બે જીત સાથે ટૂર્નામેન્ટમાં મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવી છે.

ટી20 વર્લ્ડ કપ 2026 હવે વધુ રોમાંચક બની રહ્યો છે અને આવનારા દિવસોમાં વધુ જબરદસ્ત મુકાબલાઓ જોવા મળશે. ક્રિકેટ પ્રેમીઓ માટે આ ટૂર્નામેન્ટ ઉત્સાહ અને રોમાંચથી ભરપૂર બની રહ્યું છે.

Share This Article