PSL 2026 શેડ્યૂલ જાહેર: 26 માર્ચથી પાકિસ્તાન સુપર લીગનો પ્રારંભ, 3 મેના રોજ રમાશે ફાઈનલ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આખરે તેની લોકપ્રિય ટી20 લીગ ‘પાકિસ્તાન સુપર લીગ’ (PSL) ની 11મી સીઝનના શેડ્યૂલની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ વખતે ટુર્નામેન્ટમાં મોટો ફેરફાર જોવા મળશે, કારણ કે લીગમાં બે નવી ટીમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. ટુર્નામેન્ટનો પ્રારંભ 26 માર્ચથી થશે અને ફાઈનલ મેચ 3 મેના રોજ રમાશે.
બે નવી ટીમો સાથે કુલ 44 મેચોનો રોમાંચ
અત્યાર સુધી પીએસએલના ઈતિહાસમાં માત્ર 6 ટીમો ભાગ લેતી હતી, પરંતુ આ વર્ષે હૈદરાબાદ કિંગ્સમેન અને રાવલપિંડી પિંડીઝ નામની બે નવી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે કુલ 8 ટીમો વચ્ચે ખિતાબ માટે જંગ જામશે. 39 દિવસ સુધી ચાલનારા આ ક્રિકેટ ઉત્સવમાં ફાઈનલ સહિત કુલ 44 મુકાબલાઓ રમાશે. ગ્રુપ સ્ટેજમાં દરેક ટીમને 10-10 મેચ રમવાની તક મળશે.
પાકિસ્તાનના 6 શહેરોમાં રમાશે મેચો
PSL 11 ની મેચો પાકિસ્તાનના 6 મુખ્ય શહેરોમાં આયોજિત કરવામાં આવશે, જેમાં કરાચી, લાહોર, મુલતાન અને રાવલપિંડી ઉપરાંત આ વખતે ફૈસલાબાદ અને પેશાવરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પેશાવરના ઈમરાન ખાન ક્રિકેટ સ્ટેડિયમમાં લાંબા સમય બાદ 28 માર્ચે પેશાવર ઝાલ્મી અને રાવલપિંડી પિંડીઝ વચ્ચે મેચ રમાશે. સીઝનની પ્રથમ મેચ 26 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન લાહોર કલંદર્સ અને હૈદરાબાદ કિંગ્સમેન વચ્ચે રમાશે.
નોક-આઉટ સ્ટેજ અને ફાઈનલનું આયોજન
ગ્રુપ સ્ટેજની મેચો એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ થશે. ત્યારબાદ પોઈન્ટ ટેબલમાં ટોપ-2 પર રહેલી ટીમો વચ્ચે 28 એપ્રિલે ક્વોલિફાયર મેચ રમાશે. 29 એપ્રિલે એલિમિનેટર-1 અને 1 મેના રોજ એલિમિનેટર-2 રમાશે. ટુર્નામેન્ટની ભવ્ય ફાઈનલ 3 મેના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.
PSL 2026 નું સંપૂર્ણ શેડ્યૂલ
| તારીખ | મેચ (ટીમો) | સ્થળ |
| 26 માર્ચ | લાહોર કલંદર્સ વિ. હૈદરાબાદ કિંગ્સમેન (ઓપનિંગ મેચ) | લાહોર |
| 27 માર્ચ | ક્વેટા ગ્લેડિએટર્સ વિ. કરાચી કિંગ્સ | લાહોર |
| 28 માર્ચ | પેશાવર ઝાલ્મી વિ. રાવલપિંડી પિંડીઝ | પેશાવર |
| 28 માર્ચ | મુલતાન સુલ્તાન વિ. ઈસ્લામાબાદ યુનાઈટેડ | લાહોર |
| 29 માર્ચ | ક્વેટા ગ્લેડિએટર્સ વિ. હૈદરાબાદ કિંગ્સમેન | લાહોર |
| 31 માર્ચ | ઈસ્લામાબાદ યુનાઈટેડ વિ. પેશાવર ઝાલ્મી | રાવલપિંડી |
| 1 એપ્રિલ | મુલતાન સુલ્તાન વિ. હૈદરાબાદ કિંગ્સમેન | મુલતાન |
| 3 એપ્રિલ | મુલતાન સુલ્તાન વિ. લાહોર કલંદર્સ | મુલતાન |
| 9 એપ્રિલ | લાહોર કલંદર્સ વિ. ઈસ્લામાબાદ યુનાઈટેડ | ફૈસલાબાદ |
| 13 એપ્રિલ | પેશાવર ઝાલ્મી વિ. મુલતાન સુલ્તાન | ફૈસલાબાદ |
| 19 એપ્રિલ | મુલતાન સુલ્તાન વિ. કરાચી કિંગ્સ | લાહોર |
| 23 એપ્રિલ | લાહોર કલંદર્સ વિ. કરાચી કિંગ્સ | લાહોર |
| 28 એપ્રિલ | ક્વોલિફાયર | રાવલપિંડી |
| 29 એપ્રિલ | એલિમિનેટર-1 | લાહોર |
| 1 મે | એલિમિનેટર-2 | લાહોર |
| 3 મે | ફાઈનલ | લાહોર |

